તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાદરા પાલિકા દ્વારા ૩ કરોડથી વધુનાં રોડનાં કામોનું ખાતમુહૂર્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા પાલિકા દ્વારા ૩ કરોડથી વધુનાં રોડનાં કામોનું ખાતમુહૂર્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
પાદરા નગરપાલિકા દ્વારા શિવરાત્રિના શુભ દિવસે પાદરા નગરના વિવિધ વિસ્તારના રોડોનું ખાતમૂહુર્ત કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ધારાસભ્ય પુડા ચેરમેન અને પાલિકાના પ્રમુખ તથા સદસ્યોના હસ્તે વિધિ સંપન્ન કરવામાં આવેલી હતી. જેમાં ત્રણ કરોડની વધુની ગ્રાન્ટોના કામોનો સમાવેશ થાય છે.
પાદરા નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોના વિકાસના કામો રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી સ્વર્ણીમ જયંતી પ્રમુખ મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત ~૨૦૯.૪૨ લાખના ખર્ચ આંબેડકર સર્કલથી નવા એસ.ટી.ડેપો રોડ સુધી ગૌરવ પથ પર સ્વર્ણીમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ~૭૬.૪૨ લાખના ખર્ચે રેલવે ક્રોસિંગ ઘાયજ રોડથી ગોકુલપાન સુધી ગૌરવ પથ પર પાદરાના કોઠીફળિયાથી વરઘોડા રૂટ ઉપર અંદાજીત ~૧૮.૯૯ લાખના ખર્ચ પેવર બ્લોક મનોરંજન કરની ગ્રાન્ટમાંથી અંદાજીત ~૧૦ લાખના ખર્ચે પાદરાના મોરવા
બાગ ((ફુલબાગ)) ડેવલપ મેન્ટ કરવાનું કામનું ખાત મુહૂર્તના કાર્યક્રમો
યોજાયા હતાં.
જેમાં સાંસદ છોટાઉદેપુર રામસિંહ રાઠવા, પાદરા ધારાસભ્ય દિનુમામા ભાજપ પુડાના ચેરમેન એન.વી.પટેલ પાદરા નગરપાલિકાના પ્રમુખ પ્રતિમાબેન ગાંધી, બાંધકામ ચેરમેન અતુલ શાહ કારોબારી ચેરમેન લાલજીભાઇ રબારી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ પટેલ ચીફ ઓફિસર જે.એલ.બારોટ સહિ‌ત પાદરા ભાજપના હોદ્દેદારો પાલિકાના સદસ્યો, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ખાતમૂહુર્ત થથા નગરજનોમાં આનંદ છવાઇ
ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો