તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભકતોની ભીડકરનાળીના કુબેરભંડારી કાયાવરોહણના ભગવાન લકુલેશ સહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભકતોની ભીડકરનાળીના કુબેરભંડારી-કાયાવરોહણના ભગવાન લકુલેશ સહિ‌ત જિલ્લાભરના શિવાલયોમાં ધાર્મિ‌ક કાર્યક્રમો સાથે મેળા ભરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. હરહર મહાદેવના નાદ સાથે શિવભકતોને વહેલી સવારથી શિવાલયોમાં જઇ અભીષેક કર્યા હતાં. જિલ્લાના િવવિધ તાલુકા અને નગરોમાં શિવજીની શોભાયાત્રા નીકળી હતી.જેમાં ભકતો જોડાયાં હતાં.
ડભોઇ. ડભોઇનાં પ્રાચીન વાઘનાથ મહાદેવના મંદિરેથી બપોરનાં ૨.૩૦ કલાકે શિવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાયાવરોહણ ખાતે લકુલેશ ભગવાનનાં મંદિર ખાતે ભવ્ય મેળો ભરાયો હતો. કરનાળી ખાતે આવેલાં કુબેરભંડારીના મંદિર ખાતે પણ શિવભકતોનું ઘોડાપુર જામ્યું હતું.
ચાંદોદ. નર્મદા કિનારાના પિંગલેશ્વર મહાદેવ, કરનાળીના કુબેરેશ્વર મહાદેવ અને ચાંદોદના કપિલેશ્વર મહાદેવ, કાશિવિશ્વનાથ મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, નંદેરિયાના ગંગનાથ મહાદેવ, નંદકેશ્વર મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો નર્મદા સ્નાન કરી હરહર મહાદેવનાં નાદ સાથે શિવજી પુજાનો પણ ભાવિકોએ લાભ લીધો હતો.
સાધલી : સાધલી ગામેથી બિલેશ્વર મહાદેવથી શિવજીની શોભાયાત્રામાં બાળકોની વેશભુષાએ આકર્ષણ ઉભું કયું હતું. સરદારગૃપ તથા ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કર્યુ હતુ. આજે બિલેશ્વર મહાદેવ થી બ્રકુમારીઝ દ્વારા શોભાયાત્રા સામેલ થતા ભક્તો ઝુમી ઉઠયા હતા.
સાવલી. સાવલીના સુપ્રીસદ્ધ ભિમનાથ મહાદેવ ખાતે સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી હતી. સવારથી મંદિરમાં ચાર પ્રહરની પુજાની શરૂઆત કરવામાં આવી હતી. ગર્ભગૃહ બ્રામલીન સ્વામીજીની સમાધી ગોપીના દાદાની સમાધી આકર્ષક રીતે સણગારવામાં આવી હતી. વાકાનેર ગામે ત્રંબકેશ્વર મહાદેવ અને ટુંડાવ ગામે કુવારેશ્વર મહાદેવ ખાતે પણ પર્વ ઉજવાયો હતો.
વાઘોડિયા. વાઘોડિયા તાલુકાના મોડાધર ગામમાં આવેલ મહારૂદ્ધ મહાદેવનું મંદિર આવેલુ છે. વાઘોડિયા નગરમાં મોટાપાઠક ફળિયામાંથી પાલખીમાં સવાર શિવજી યાત્રા વાઘોડિયા નગર મુખ્ય રસ્તા પર થઇ હનુમાનજી મંદિરે થઇ પરત ફરી હતી. આ યાત્રામાં પણ શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હત. તાલુકામાં શિવાલયોમાં શિવરાત્રી પુર્વે ભક્તોની ભીડ જોવા મળી હતી.
બોડેલી. બોડેલીમાં ગોપેશ્વર મહાદેવ મંદિર ચંદેશ્વર મહાદેવ મંદિર રામજી મંદિરમાં બિલીપત્ર અને દુધ ચઢાવવા અને દશર્ન કરવા સવારથી જ ભક્તોની કતાર લાગી હતી. બ્ર સમાજ દ્વારા નગરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બ્રહકુમારી કેન્દ્ર દ્વારા પણ શિવરાત્રી નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા.
કવાંટ. કવાંટમા કામનાથ મહાદેવ મંદિરમાં પણ સવારથી જ લાઇનો જોવા મળી હતી. શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે નર્મદાને કિનારે આવેલા હાફેશ્વરમાં દૃર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. કવાંટ નગરમાં આવેલ પ્રાચીન કામનાથ મહાદેવમાં પણ સવારથી જ પુજા અર્ચના આરતીના કાર્યક્રમો શરૂ થઇ ગયા હતા. સાંજે ચાર વાગે કમનાથ મહાદેવ મંદિરેથી દાદની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
નસાવડી. નસવાડીમાં અંદાજે સૌ વર્ષ જુનુ રામનાથ મંદિર આઝા ચોકમાં આવેલું છે. તાજેતરમાં જ આ પુરાણા મંદિરનો જીણોદ્ધાર લગભગ દશ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે. અશ્વિન નદીના કિનારે આવેલા પૌરાણીક ભીમનાથ મહાદેવનું મંદિર ૧૯૭૮માં પુરમાં ધ્વસ્ત થઇ ગયું હતું ત્યાર પછી સ્ટેશન વિસ્તરમાં નવા બનેલા પશુ પતિનાથ મંદિરે પણ ભક્તોની ભીડ ઉમટી હતી.
છોટાઉદેપુર. છોટાઉદેપુર ઓરસંગ નદીના સામા કિનારે વર્ષો જૂનું જાગનાથ શિવાલય આવેલ છે. જયાં શિવરાત્રિના દિવસે નદીના પટમાં મેળો ભરાય છે. દેવહાંટ મુકામે આવેલ શાંતેશ્વર મહાદેવજીના મંદિરે પણ મેળો ભરાય છે. શિવરાત્રિનો મેળો પણ થતાં હવે હોળીના ભંગોરિયાના મેળા થશે.
જબુગામ. જબુગામ પંથકમાં શિવરાત્રિના પર્વ નિમિત્તે જાગનાથ મહાવેદ મંદિર, રામેશ્વર મહાદેવ, સુસ્કાલના મહાદેવ મંદિર, વાંટાના મહાદેવનું મંદિર તેમજ ભારજ નદીના સિહોદ સ્થિત ત્રિભંગી શિવપાર્વતીનું મંદિર આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જ્યારે પંથકના ચાચક સ્થિત ચંદ્રેશ્વર મહાદેવનાં મંદિરે વહેલી સવારથી જ ભક્તજનોની ભીડ જામી હતી.જાગનાથ મહાદેવનાં મંદિરેથી પાલખીમાં શિવજીની સવારી નીકળતાં ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો.
કરજણ. કરજણમાં આવેલાં શિવાલયો ભક્તોથી ઉભરાયા હતાં. ઓમ શાંતિ ઉદ્યાન ખાતે બાબા અમરનાથની ગુફામાં બરફનું શિવલિંગના દર્શન મ્ભક્તો ઓમ શાંતિ ઉદ્યાન ખાતે ઉમટી પડયાં હતાં. જ્યારે મેથી, સીમળી, રણાપુરા, કોઠિયા અને બાવળિયા ગામની સીમ વચ્ચે આવેલ રણમુક્તેશ્વર મહાદેવના મંદિરે પણ શિવરાત્ર નિમિત્તે મેળો યોજાયો હતો.
પાદરા. પાદરામાં પ્રાચીન અમલેશ્વર મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞ હોમાત્મક થયો હતો.ચાંદીના રથ પર પાલખીમાં ભગવાન ભોળાનાથજીની શોભાયાત્રા નીકળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો