તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાધલી પંથકમાં તસ્કરોનો તરખાટ : પોલીસ સામે રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધલી પંથકમાં તસ્કરોનો તરખાટ : પોલીસ સામે રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સાધલી
શિનોર-સાધલી પંથકમાંથી ત્રણ માસમાં બકરાં, બાઇકો, કેબલ વાયરોની ઉઠાંતરીના બનાવો બની રહ્યા છે અને પોલીસતંત્રને નાઇટ પેટ્રોલિંગમાં જાગૃત રાખવા નિશાચરો ચલેન્જ આપી રહ્યા છે. સાધલી મુખ્ય બજામાં આવેલા વેપારી રાજુભાઇ શાહની નવી બાઇક તા.૨૪ના રોજ ચોરાઇ હતી. સવારે ગાડી ગુમ થયાની જાણ થતાં દોડાદોડી અને શોધખોળ આરંભી હતી છેલ્લે પોલીસને ફરિયાદ કરતાં પોલીસે સૂચના આપી પોતાની માલ મિલકતને સેફ રાખવા તાકીદ કરી બાઇક પરત આપી હતી. અગાઉ આ વેપારીની બાજુમાં રહેતા એક સોનીની દુકાનના તાળાં તૂટયાં હતાં તે અગાઉ અમદાવાદ રહેતા કાપડના વેપારીના મકાનમાંથી ચોરી થયેલ હતી અને આજ બજારની લાઇનમાં રહેતા અન્ય એક સોનીની દુકાનમાંથી આશરે રૂા. ૩૦ હજારની ચાંદીની ચોરી થયેલ, જેનો આજ સુધી પોલીસ દ્વારા ભેદ ઉકેાલયો નથી. બાઇકધારકને નવી બાઇક પરત મળતાં જીવમાં જીવ આવેલ છે અને હવેથી કાયમ લોક ભારી સાંકળ બાંધી તકેદારી રાખવા જણાવે છે. બજારમાં જ એક પોલીસ કોન્સ્ટેબલ અને પો.સ.ઇન્સ્પેક્ટર રહે છે. તેથી ચોરો દ્વારા પોલીસને પડકાર ફેંકયો છે એવી ચર્ચા ઊઠેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો