તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સંખેડા તાલુકામાં ટ્રેક્ટર ખરીદનાર ૃચ્ ’પ૭ લોકો સબસિડીથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા તાલુકામાં ટ્રેક્ટર ખરીદનાર ૃચ્/’પ૭ લોકો સબસિડીથી વંચિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સંખેડા
સંખેડા તાલુકામાં ગત વરસે સબસીડીવાળા ટ્રેક્ટર ખરીદનારા પ૭ વ્યકિતઓને હજી સુધી સબસિડી મળી નથી. આ વરસે આ અંગેની યોજનાનો અમલ નહી થયો હોવાથી ટ્રેકટર સંચાલિત સાધનોના આશરે સા જેટલા કેસ પેન્ડિંગ છે.
આ અંગે વધુમાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સંખેડા તાલુકામાંથી ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૨-૨૦૧૩ દરમિયાન સબસિડી વાળા ટ્રેકટર ખરીદવાની યોજનામાં પ૮ જેટલા કેસ થયા હતા. જે અંગે સંખેડા તાલુકા પંચાયતની ખેતી વાડી
શાખાના સુત્રોનાં જણાવ્યા મુજબ જુદી જુદી બે કેટેગરી પ્રમાણે સબસિડી મળતી હોય છે.
જેમાં ચાલીસ એચ.પી સુધીના ટ્રેકટર માટે ૪પ હજાર રૂપિયા અને ૪૧ થી ૬૦ એચ.પી વાળા ટ્રેકટર માટે ફિક્સ ૬૦ હજાર રૂપિયા સબસિડી મળતી હોય છે. આ ટ્રેકટરો ગયા વરસે ખેડૂતોએ ખરીદ્યા હતા. પણ આજદિન સુધી તેમને સબસિડી મળી નથી. જેથી ખેડૂતો હજી પણ સબસીડીની રાહ જોઇ રહ્યા છે.
આ અંગે વિસ્તરણ અધિકારી ખેતીનાં જગદીશભાઇ રાઠવાના જણાવ્યા મુજબ, ગયા વરસના
પ૮ કેસો પૈકી ૧ ખેડૂતની જ સબસિડી આવી હતી. હવે આરટીજીએસથી સીધા જ ખેડૂતોના ખાતામાં સબસીડીજમા કરવાની હોવાથી
ખેડૂતો પાસેથી કેન્સલ ચેક પણ
લેવામાં આવ્યા છે. જેથી ખેડૂતોના ખાતામાં સીધી જ સબસિડી જમા
થઇ જશે.
આ વરસે આરકેવીવાય યોજનાનો અમલ થયો નથી. જેના લીધે ટ્રેકટર સંચાલિત સાધનોના પણ સૌ જેટલા કેસો પેન્ડિંગ છે. યોજનાનો અમલ ચાલુ થયેથી આ કેસો મોકલવામાં આવશે ટ્રેકટરની સબસિડી માત્ર સંખેડા તાલુક જ નહીં પણ જીલ્લાના ખેડૂતોની પણ બાકી હોઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો