તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અસર એન્દ્રાના બે શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપાતાં શૈક્ષણિક નુક્સાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસર એન્દ્રાના બે શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપાતાં શૈક્ષણિક નુક્સાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
સંતરામપુર તાલુકાના એન્દ્રા પ્રાથમિક શાળામાં હયાત બે શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપાતા યાદી,તાલીમમાં અવારનવાર જવું પડતાં શાળામાં ગેરહાજરી વર્તાય છે. ચાલુ શાળાએ વિદ્યાર્થી‍ઓને શૈક્ષણિક નુક્સાન વેઠવું પડતું હોવાની વાલીઓમાં બૂમ ઉઠી છે.
આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર સજ્જ બનીને પૂર્વ તૈયારીઓ શરુ કરાઇ છે.આ કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોને સાંકળવામાં આવ્યા છે.જોકે બીએલઓ તરીકે નિમાતા શિક્ષકોએ શાળા સિવાયના એટલે કે બાળકોના અભ્યાસને નુક્સાન ન પડે તેવા સમયે કામગીરી કરવાનુ જણાવાયુ છે.પરંતુ સંતરામપુર તાલુકાના એન્દ્રા પ્રાથમિક શાળાના ધો.૧થી પ સુધીના વર્ગો ૪પ જેટલા બાળકો અભ્યાસ કરે છે.આ માટે બે શિક્ષકો વર્તાતી ઘટ વચ્ચે ફરજ બજાવે છે.ત્યારે તંત્ર દ્વારા કોઇ પણ જાતની પરવા કર્યા વિના આ બંને બીએલઓ શિક્ષકોને ચૂંટણી કામગીરીમાં નિયુક્ત કરાયા છે.ફરજના ભાગરુપ અવારનવાર તાલીમમાં જવું પડતાં શાળામાં બંનેની ગેરહાજરી રહે છે. જેનાથી શૈક્ષણિક નુક્સાન થઇ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો