તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યુવતીને પાવાગઢ ૃચ્ ’લઇ જઇ દુષ્કર્મ ૃચ્ ’આચરતો યુવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીને પાવાગઢ ૃચ્/’લઇ જઇ દુષ્કર્મ ૃચ્/’આચરતો યુવાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. હાલોલ
દાહોદ જિલ્લાના ઉચરવા ગામની યુવતી વડોદરા રહેતા તેના સંબંધીના ઘરે રહીને એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. આ દરમિયાન ગત તા. ૧૦ માર્ચ ૨૦૧૩ના રોજ તેના જ ગામનો દિલીપભાઇ તેરીયાભાઇ બારિયા ((ઉવ.૩૮, ઉચરવા, દાહોદ)) વડોદરા આવી તેને વતનમાં જતો હોવાનું જણાવી બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. ત્યાર બાદ રસ્તામાં હાલોલ આવતાં યુવાને યુવતીને કહ્યું કે, પાવાગઢ માતાજીના દર્શન કરીને જઇએ. તેથી માંચી ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી હતી. જ્યાં દિલીપભાઇ દ્વારા તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યાંથી માતાજીના દર્શન કર્યા વગર તેઓ બંને પરત ફર્યા હતા. દુષ્કર્મ આચર્યા બાદ દિલીપે ભોગ બનનાર યુવતીને કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ૧૧ માસ બાદ દાહોદ રૂરલ પોલીસ મથકે યુવતીએ ફરિયાદ આપી હતી. જેથી પોલીસે જીરો નંબરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આની કાર્યવાહી માટે પોલીસને પાવાગઢ મોકલી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો