તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લીમખેડામાં મધ્યા ભોજન સંચાલકની ભરતીમાં કૌભાંડતપાસગેરરીતિ આચરાઇ હોવાનું જણાતાં પ્રાંત અધિકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડામાં મધ્યા ભોજન સંચાલકની ભરતીમાં કૌભાંડતપાસગેરરીતિ આચરાઇ હોવાનું જણાતાં પ્રાંત અધિકારીએ નિમણૂકના હુકમો સ્થગિત કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. લીમખેડા
લીમખેડા મામલતદાર કચેરી દ્વારા મધ્યા ભોજન યોજનામાં સંચાલકોની રર જગ્યાઓની ભરતી કરી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ નિમણૂક પત્રો જાહેર કર્યા હતા. આ ભરતીમાં ગેરરીતિ આચરાઇ હોવાની વાંધા અરજીઓ જિલ્લા કલેકટરને ફરિયાદરૂપે રજૂ થઇ હતી. કલેકટરની સૂચના મુજબ લીમખેડા પ્રાંત અધિકારીએ ભરતી પ્રકરણની તપાસ હાથ ધરતાં મોટાપાયે ગેરરીતિ અને ક્ષતિ જણાઇ આવી હતી. જેના આધારે લીમખેડા પ્રાંત અધિકારીએ સંચાલકોની નિમણૂકના તમામ હુકમો સ્થગિત કરતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત સરકારના મધ્યા ભોજન યોજના કમિશનરના પરિપત્ર મુજબ લીમખેડા તાલુકામાં સંચાલકોની ૨૩ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા. પ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સંચાલકોની ભરતી માટે સ્થાનિક ગ્રામ પંચાયતોનાં નોટિસ બો‌ર્ડ‌ પર પ્રસિદ્ધિ થતાં લીમખેડા તાલુકાની ૨૩ મ.ભો.યો.ના સંચાલકોની ખાલી જગ્યા માટે ૧૩૭ ઉમેદવારોએ પોતાની અરજી લાયકાતના પ્રમાણપત્રો સાથે લીમખેડા મામલતદાર કચેરીમાં મોકલી હતી. મામલતદારે લાયકાત અંગેની ચકાસણી હાથ ધરાવી તમામ અરજદાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. ત્યાર બાદ લાયકાત અને શૈક્ષણિક મેરીટનું ધોરણ તથા સરકારના નિતિ નિયમોને અળગા રાખી મોટા પાયે ગેરરીતિ આચરી મોટાભાગના બિન લાયકાત ઉમેદવારોને મધ્યાહન ભોજન સંચાલક તરીકે નિમણૂકપત્રો ૨૦ મી ફેબ્રુઆરી ના રોજ પાઠવવામાં આવ્યા હતા. જેના કારણે અન્યાયનો ભોગ બનનાર ઉમેદવારોએ દાહોદ જિલ્લા કલેકટરને તથા ગુજરાત સરકારમાં વાંધા અરજીઓ સાથે ફરિયાદ કરી હતી. દાહોદ જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ લીમખેડાના પ્રાંત અધિકારી કેતન નાયકે સંચાલકોની ભરતી પ્રકરણમાં તમામ રેક‌ર્ડ‌ કબજે લઇ ઝીંણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભરતીમાં સરકારનાં નીતિ-નિયમો મુજબ સ્થાનિક વિધવા-ત્યકતાને પ્રાથમિકતા આપવી, શૈક્ષણિક લાયકાત મુજબ મેરિટ જાળવવું, ઉમેદવારનાં કુટુંબી માનદ વેતનની ફરજ બજાવતાં નહિ‌ હોવા જોઇએ, આવા અનેક નિયમોનો ભંગ થતો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી લીમખેડા પ્રાંત અધિકારી કેતન નાયકે લીમખેડાની મધ્યાહન ભોજન સંચાલકોની ભરતીમાં ગેરરીતિ અને ક્ષતિઓ હોવાનું જણાતાં લીમખેડા મામલતદારને તેઓએ સંચાલકોની કરેલી નિમણૂકને સ્થગિત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. લીમખેડામાં મ. ભોજન સંચાલકોની ભરતીમાં કૌભાંડ બહાર આવતાં ચકચાર મચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો