- Gujarati News
- શિવરાત્રિની ભક્તિમય ઉજવણીપર્વગોધરાની પ્રભાકુંજ સોસા.ના રામેશ્વર મહાદેવ મંદિરેથી શિવયાત્રા ન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિવરાત્રિની ભક્તિમય ઉજવણીપર્વગોધરાની પ્રભાકુંજ સોસા.ના રામેશ્વર મહાદેવ મંદિરેથી શિવયાત્રા નીકળી
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને ગોધરા શહેર સહિત પંચમહાલ તથા મહિસાગર જિલ્લાના શિવાલયો વહેલી સવારથી બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત ગોધરા શહેરની પ્રભાકુંજ સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરેથી શિવયાત્રા નિકળી હતી. વિવિધ માર્ગો પર ફરેલી શિવયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો ઉમટયા હતા. ખાસ કરીને કલેશ્વરીનાળ ખાતે ભરાયેલા મેળામાં ઉમટેલા કલાકારો દ્વારા ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શિવભક્તોનો ઘસારો શિવાલયોમાં ચાલુ થઇ ગયો હતો. ગોધરા શહેરના પ્રભાકુંજ સ્થિત રામેશ્વર મંદિર, બામરોલી રોડ પરના શિવ મંદિરો, અંકલેશ્વર મહાદેવ, લાલબાગ ટેકરી મહાદેવ જેવા વિવિધ શિવાલયોને શણગારાયા હતા. તેમજ પ્રભાકુંજ સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરેથી શિવયાત્રા નિકળી હતી. જ્યારે શહેરા પાસે આવેલા સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ પર જિલ્લાભરના સેંકડો શિવભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો.