Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રીજો મોરચો અને અમ્મા’નો દાવ
ન્નાદ્રમુકના નેતા જયલલિતાએ દિલ્હીના સિંહાસન પર આરૂઢ થવા માટે યોજનાબદ્ધ રીતે પાસાં ફેંક્યાં છે. જોકે, હવે સત્તાવાર રીતે રચાયેલા ત્રીજા મોરચામાં વડાપ્રધાન બનવાની મહત્ત્વા-
કાંક્ષા ધરાવનારાઓની કોઈ ખોટ નથી, પરંતુ જયલલિતા જેવી તૈયારી હાલમાં અન્ય કોઈની દેખાતી નથી. અમ્માએ પહેલાં ડાબેરીઓને પોતાના પડખામાં લીધા. ત્યાર બાદ ત્રીજા મોરચાની રચનાને બળ આપ્યું. હવે પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને દર્શાવતા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં ચૂંટણી અભિયાનનો કાર્યક્રમ જાહેર કરી દીધો. તેમને ખબર છે કે ભાજપ અને કોંગ્રેસની બેઠકો ઓછી પડશે તો જેની પાસે સૌથી વધુ બેઠકો હશે અને જે વિવિધ દળોને સૌથી વધુ સ્વીકાર્ય હશે તેના હાથમાં બાજી હશે. તો અન્નાદ્રમુક ચૂંટણી ઢંઢેરામાં એવું કૃત સંકલ્પ, સાહસિક અને મજબૂત’ નેતૃત્વ પૂરું પાડવાનું વચન આપે છે, જે ધર્મનિરપેક્ષતાને મજબૂત’ અને ભ્રષ્ટાચારને ખતમ’ કરવામાં સક્ષમ હોય. કલ્યાણકારી એજન્ડા રજૂ કરીને તેમણે એવા વર્ગમાં સ્વીકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે કોંગ્રેસ-ભાજપાની આર્થિક નીતિઓને પસંદ નથી કરતો. તેમણે સમગ્ર દેશમાં ગરીબો વચ્ચે એવી ભેટોનું વિતરણ કરવાનું વચન આપ્યું છે, જેવું તેઓ તામિલનાડુમાં કરી રહ્યા છે. તેમણે કુદરતી ગેસ અને ક્રૂડના મૂલ્ય-નિર્ધારણની એવી ફોમ્ર્યુલા રજૂ કરી છે, જે સામાન્ય માણસના હિતમાં દેખાય છે. વિદેશનીતિમાં રાજ્યોની સંવેદનશીલતાને મહત્ત્વ આપવાની વાત કરીને અન્ય પ્રાદેશિક દળોને સંદેશો પાઠવાયો છે. આ ઘટનાક્રમ ખાસ કરીને ભાજપ માટે ચિંતાજનક વિષય હશે. જે સ્પર્ધામાં તે આગળ જણાય છે, તેમાં એક એવી પ્રતિસ્પર્ધી કૂદી પડી છે, જે સાથી પક્ષોને તેની સાથે જોડવાના ભાજપના પ્રયત્નોમાં અવરોધરૂપ બની શકે છે. જયલલિતાની હાજરીએ ત્રીજા મોરચાની શક્યતાઓને પૂરી કરી દીધી છે.