તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છોટાઉદેપુર જિલ્લાનાં વિકાસ કામોનો ૨૮મીથી પ્રારંભ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લાનાં વિકાસ કામોનો ૨૮મીથી પ્રારંભ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.છોટાઉદેપુર
નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના કામોના આરંભ અને લોકાર્પણ માટે રાજ્યના આરોગ્ય, તબીબી શિક્ષણ પરિવાર કલ્યાણ, વાહનવ્યવહાર પ્રભારી મંત્રી નીતિન પટેલના હસ્તે કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
પ્રાપ્ત માહિ‌તી અનુસાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજુભાઇ શાહના જણાવ્યા મુજબ તા.૨૮મીના રોજ સંખેડા તાલુકા સેવા સદનનો લોકાર્પણ કાર્યક્રમ સવારે ૧૧ કલાકે હાંડોદ-બહાદરપુર રોડ બીએસએનએલ ઓફિસ સામે સંખેડા ખાતે તેમજ બોડેલી તાલુકા સેવા સદનનો ખાત મુહૂર્ત કાર્યક્રમ બપોરે૧૨.૩૦ કલાકે બોડેલી-ડભોઇ રોડ નર્મદા કેનાલની બાજુમાં તેમજ સાંજના ૪ કલાકે છોટાઉદેપુર
જિલ્લા સેવા સદનનો ખાત મુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્થળ સેક્રેટરીએટ બિલ્ડિંગની સામે તથા જનસેવા
કેન્દ્ર કલેક્ટર કચેરી છોટાઉદેપુરનો શુભારંભ કાર્યક્રમ કલેક્ટર
કચેરી છોટાઉદેપુર ખાતે યોજવામાં આવનાર છે.
નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના કામોના આરંભ
અને લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેક્ટર જેનુ દેવન, સાંસદ, ધારાસભ્યો
સહિ‌ત મોટી સંખ્યામાં જિલ્લાના આગેવાનો અને અન્ય
મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો