તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફૂલવાડીના રજપૂત ફળિયાના વિકાસ કામો નહીં કરાતા રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂલવાડીના રજપૂત ફળિયાના વિકાસ કામો નહીં કરાતા રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચાંદોદ
છેલ્લા દસ વર્ષથી વિકાસ વિહોણા બની ગયેલા રહીશો દ્વારા વિકાસ કામોની યાદી સહ સહી ઝુંબેશ ચલાવી તાલુકા અને જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ફુલવાડી પંચાયતની હદમાં સમાવષ્ટિ રજપૂત ફળિયામાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતના સમયગાળા દરમિયાનમાં એક પણ જરૂરી વિકાસના કામો હાથ નહીં ધરાતાં આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું હોવાનો રહીશોએ સત્તાધીશો સામે આક્ષેપ કર્યો છે. ફુલવાડી પંચાયતમાં ચૂંટાતા સરપંચ દ્વારા મનમાની અને આ વિસ્તારની અવગણના કરી આ વિસ્તારને વિવિધ વિકાસ કાર્યો વિહોણો બનાવી દેવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો સહિ‌તની અરજીમાં અગત્યના વિકાસ કામોની યાદી દર્શાવી તાલુકા જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરી ન્યાય માટે રજપૂત ફળિયા વિસ્તારના રહીશોએ સહી ઝુંબેશ ચલાવી વિકાસ કાર્યો પૂર્ણ થાય તે માટે યોગ્ય રજૂઆત કરી છે. ફૂલવાડીમાં ૮૦ ટકા વિકાસના કામો પૂર્ણ થયા છે, જ્યારે પંચાયતની હદમાં આવેલા નવા માંડવા પાસેના રજપૂત ફળિયામાં વિકાસ કાર્યોના નામે મીંડું છે.
રજપૂત ફળિયાના રહીશોએ કરેલી લેખિત અરજીમાં જણાવ્યા મુજબ જૂની પાઇપલાઇનને વાટા કરવા, ખેલકૂદના મેદાન માટે જગ્યા ફાળવવી, આંગણવાડીની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવી, નવી બીપીએલ યાદી, નવા શૌચાલયની યોજના, નવા જોબ કા‌ર્ડ‌ યાદી, આરસીસી રોડ, ગટર લાઇન, પંપ ઘર, પાણીની ટાંકી, વિસ્તારની બંને બાજુ પીવીસી પાઇપલાઇન જેવા વિવિધ વિકાસના કાર્યો વહેલી તકે હાથ ધરવામાં આવે તે અંગે તાલુકા અને જિલ્લાના અધિકારીઓને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો