તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બહાદરપુર ગોલાગામડી વચ્ચેની માઇનોર કેનાલમાં ગાબડું પડયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહાદરપુર-ગોલાગામડી વચ્ચેની માઇનોર કેનાલમાં ગાબડું પડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. સંખેડા
સંખેડા તાલુકાના બહાદરપુર ગોલાગામડી વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડુ પાંચથી વધારે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. થોડા દિવસ પુર્વે આ કેનાલનું રીપેરીંગ કામ થયું હતું. ફરીથી તે જ જગ્યાએ ગાબડુ પડતાં વહીવટી તંત્રની ઉદાસીનતા ગ્રામજનોએ જાતે જેસીબી મંગાવીને કામ હાથ ધર્યું હતું.
મળતી માહિ‌તી અનુસાર, બહાદરપુર ગોલાગામડી વચ્ચેથી પસાર થતી ગોલાગામડી માઇનોર કેનાલમાં અચાનક ગાબડું પડતાં આ કેનાલના પાણી આજુબાજુના પાંચથી વધારે ખેતરોમા ફરી વળ્યા હતા. જેના કારણે ખેતીમાં પણ નુકસાન થયાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જે જગ્યાએ પહેલા ગાબડાનું રીપેરીંગ કામ થયું હતું. રીપેરીંગ કામ થયાના ગણત્રીના દિવસો માં
જ ફરીથી તેજ જગ્યાએ ગાબડુ પડતાં કામ કેવું થયું હશે. તે પ્રશ્ન છે.
આ ગાબડુ પડવાથી કામ હલકી ગુણવતા વાળુ થયું હોવાની ચાડી ખાય છે. આ કેનાલ તુટવાના કારણે આગળ આવતી પ૦થી વધારે હેકટર જમીનના ખેડૂતો પાણીની વંચિત રહ્યા છે. આજે પડેલ ગાબડાના કારણે ગ્રામજનો દ્વારા આ પડેલા ગાબડામાંથી વહીજતા
નકામા પાણીને રોકવા માટે જેસીબી બોલાવીને રીપેરીંગ કામ હાથ ધરાયુંહોવાની વિગતો પણ ગોલાગામડીના સરપંચે જણાવ્યું હતું.
વારવાર તુટતી આ માઇનોર કેનાલોમાં વ્યવસ્થિત કામ હાથ ધરાય જેના કારણે ખેડૂતને ખેતીમાં નુકસાન થવાનો વારો ન આવે તે કાટે વહીવટી તંત્ર યોગ્ય પગલા
લેશે ખરૂ ને આવનારા દિવસો બતાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો