તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાધલીમાં પોલીસનો દરોડો જુગાર રમાડતાં બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધલીમાં પોલીસનો દરોડો જુગાર રમાડતાં બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સાધલી
શિનોર તાલુકામાં દેશી દારુ, વરલી મટકા તથા જુગારના અડ્ડા સહિ‌ત ઇંગ્લીશ દારુનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે. સાધલીમાં આજે શિનોર પોલીસ દ્વારા બપોરન છાપો મારી બે વરલી મટકાના આંકડા લેતા ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કરાયેલા છે.
સાધલી ગામે આજે બપોરના અરસામાં શિનોર પોસઇ ગોહીલ, પોસઇ મહંત તથા સાધલી ઓપીના સ્ટાફ સાથે તળાવની પાળ પાસે વેરાઇ માતાના નવા મંદિર પાસે ખુલ્લેઆમ લેવાતા વરલી મટકાના આંકડાના એક ઇસમ વસાવા રમણ શનાભાઇને સ્લીપો, પેન, તથા રૂા. ૩પ૮૦ રોકડા સાથે ઝડપી પાડેલ છે જયારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંકડા લેતા વસાવા સુરેશ મેલાભાઇને સ્લીપો અને રોકડા રૂા. ૧૬૪૦ સાથે ઝડપીને કસ્ટડી ભેગા કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. શિનોર તાલુકામાં પોલીસના સહકારથી ઇગ્લીશ દેશી દારૂ વરલી મટકા, જુગારધામ સહિ‌ત મુસાફરોની હેરાફેરી કરતા વાહનો રોકટોક વગર બિંદાશપણે ચાલી રહ્યા છે મોટા મગરમચ્છો છોડીને શિનોર પોલીસ નાની માછલીઓ પકડીને કથા લક્ષ્યાંકો પુરા કરી રહી છે ! તેની ચર્ચા ઉકેલ છે રેડ પડયા પછી તુરત આંકડા લેવાનું પુન: શરૂ થઇ ગયેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો