તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મારી સાથે ફરવા આવવું છે,’ તેમ કહી વિદ્યાર્થિ‌નીની છેડતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારી સાથે ફરવા આવવું છે,’ તેમ કહી વિદ્યાર્થિ‌નીની છેડતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી અને ધો. ૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિ‌ની ટયૂશનેથી પરત આવતી હતી ત્યારે એ સમયે ત્રણ યુવકોએ તેની સાથે અસભ્ય વર્તન કરી, ચાલ મારી સાથે ફરવા આવવું છે તેમ કહી છેડતી કરતાં આ અંગેની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધાઈ છે.
બનાવની વિગત એવી છે કે, શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી અને ધો. ૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિ‌ની તેની બહેન સાથે મંગળવારે સાંજે સાડા સાત કલાકે ટયૂશનમાંથી પરત પોતાના ઘરે આવી રહી હતી. દરમ્યાન એ સમયે ગોરવા વિસ્તારમાં રહેતા જામીદમિયાં રફીકમિયાં મલેક, માહીર સીકંદરખાન પઠાણ અને સુનીલભાઈ શંભુભાઈ ત્રિવેદી એમ ત્રણ ભાઈલાલ મેરેજ હોલ પાસે ઉભા રહ્યા હતા. આ ત્રણેય યુવકોએ બંને યુવતીઓ તેમની પાસે આવતી જોતાં તેમની પાસે ગયા હતા અને તેમની સાથે અસભ્ય વર્તન કરી, ચાલ મારી સાથે ફરવા આવવું છે તેમ કહી તેમની છેડતી કરી હતી. દરમ્યાન, આ જ સમયે યુવતીના પિતા આવી જતાં ત્રણેય યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, બનાવ અંગે યુવતીના પિતાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો