તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોડેલી કોલેજના સુવર્ણ જયંતી મહોત્સવની રંગારંગ ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી કોલેજના સુવર્ણ જયંતી મહોત્સવની રંગારંગ ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બોડેલી
બોડેલીની ટીસી કાપડીયા આ‌ર્ટસ એન્ડ કોમ‌ર્સ કોલેજના સુવર્ણ જયંતી મહોત્સવ સંસ્થાના આદ્ય સ્થાપક પ્રમુખ દાનવીર શેઠ ઉપેન્દ્રસિંહ કાપડીયાના હસ્તે યોજાયો હતો.
શાળાના બીએમસોલંકીએ કોલેજનો ચિતાર આપ્યો હતો. મંત્રી સુમન પટેલ જહેરાત કરતા કહ્યુ કે સંસ્થાને ૧૯૬૪માં પ૧ હજારનુ દાન આપીને પિતા ત્રિકમદાસ કાપડીયાના નામે કોલેજ શરૂ કરી તે ઉપેન્દ્રસિંહ કાપડીયાએ કોલેજની સુવર્ણ જયંતી ટાણે પ૦ લાખનું દાન આપવાની જાહેરાત કરી છે. જયારે ઉપ પ્રમુખ કંચનભાઇ પટેલે પ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. કંચનભાઇ પટેલે પોતાના વ્યકતવ્યમાં કહ્યું કે ભુતપુર્વ વિદ્યાર્થી તરીકે આ અણમોલ અવસર છે. પાયાના મોભીઓ ત્રિકમદાસ કાપડીયા હોમીભાષ ડો.નટવરલાલ પરીખ વિગેરે સંસ્થાના મજબુત રાહબરો આજેય વંદનીય છે. શેઠ ઉપેન્દ્રસિંહ કાપડીયાને સન્માન પત્ર મોમેન્ટો આપી સન્માનીત કરાયા ત્યારે સન્માનનો પ્રભુતર આપતા કહ્યું કે ફરજનો ભાગ છે. વિદ્યાર્થીઓને નોકરી મળશે તો જ વધુ સાર્થક ગણાશે. હજી કોલેજ માટે ઘણું કરવાનું બાકી છે. ટેકનોલોજીના જમાનામાં છોત્રોએ ખુબ મહેનત કરવી પડશે. મુખ્ય મહેમાનો પ્રિ.વીપી પીરએ કોલેજમાં આચાર્ય તરીકે ૨૪ વર્ષ રહ્યા તેઓએ કહ્યું કે આજના
શિક્ષણ પ્રવાહથી સંતુષ્ઠ નથી જીવન મુલ્ય નિષ્ઠતા ઘટતી જાય છે. સુમન શાહે કોલેજમાં પ વર્ષ રહ્યા તેઓએ કહ્યું કે ૧૯૭૨ થી ૧૯૭૭માં નવનિર્માણ વખતે કોલેજમાં તોફાનો થયા કોલેજ બંધ થયા તેવી નોબત હતી.
છતાં કોલેજ ત્યાર પછી પ્રગતી કરી. વાર્તાકાર કવિ. ડો. રાજેન્દ્ર કુમાર પટેલે કહ્યું કે માતૃભાષથી સર્જનાત્મક પ્રવૃતિઓ કરી શકાય છે. માટે માતૃભાષાને જીવંત રાખવી પડશે. નકારાત્મક વિચારોથી કયારેય વિકાસ અવગણાશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો