તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડભોઇ પાલિકાની સભામાં વિવિધ સમિતિની રચનાઅગાઉની સભામાં રચવામાં આવેલી સમિતિ સામે વાદ વિવાદ થતાં મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ પાલિકાની સભામાં વિવિધ સમિતિની રચનાઅગાઉની સભામાં રચવામાં આવેલી સમિતિ સામે વાદ વિવાદ થતાં મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડભોઇ
ડભોઇ પાલિકાનાં સભાખંડમાં બુધવાર સાંજના પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ડો.બી.જે બ્રભટ્ટનાં અધ્યક્ષ સ્થાને ગત સમગ્ર સભા દરમિયાન કારોબારી અને પત્ર સમિતિઓની મુલત્વી રાખેલી રચનાં સબધ ફરીથી ચર્ચા કરી એક સમિતિનાં ચેરમેન અને બીજી કેટલીક સમિતિઓનાં સભ્યોની ફેરબદલી કરી પુન: રચનાંમાં વિરોધ પક્ષ સામે તૂતૂ મૈ મૈ અને પછી વધુ મતોનાં જોર સત્તા પક્ષ ભાજપાએ નીવન રચનાં કરી નાંખી હતી.
પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ.ડો બી.જે. બ્રભટ્ટના અધ્યક્ષ સ્થાને સાંજના ૪ કલાકે પાલિકાના સભાખંડમાં ખાસ સમગ્ર સભા મળી હતી. જેમાં ગત સમગ્ર સભા તા. ૩૧ જાન્યુ.નાં રોજ યોજાઇ હતી. તેનાં ઠરાવ સુધીનાં વંચાણે લઇ બહાલી અપાઇ બીજા વિષયમાં સફાઇ કામદારનું રાજુનામું મંજુર થયું હતું. ત્રીજા વિષયમાં વિવિધ સમિતિઓમાં મળેલ અધિકારી પરત્ત્વે ઇન્ચાર્જ પ્રમુખે કરેલા ઠરાવ વંચાણ લઇ બહાલ કર્યા હતાં. ગત સભામાં મુલતવી કમિટીઓની રચનાં કરી ભાજપા દ્વારા સભામાં લવાયો હતો.
તેની સાથે જ વિરોધ પક્ષ કોગ્રેંસનાં સુભાાષભાઇ ભોજવાણીએ કાયદાકીય અને હાઇકો‌ર્ટ સુપ્રિમ કો‌ર્ટના ચૂકાદાઓનાં પુરાવા સાથેની દલીલ બાજી કરી કમિટિઓમાં ફેરાફર થઇ શકશે જ નહી. જયારે સામે વળતો જવાબ આપતાં ઇન્ચાર્જ પ્રમુખ ડો. બીજે બ્રભટ્ટે અધિકારીઓની કાયદાકીય સલાહ પછી જ રચનાં કરી હોવાનો દાવો કરતા મતદાન ઉપર વાત ગઇ હતી. જેમાં ભાજપા સત્તાપક્ષે સમિતિઓના ચેરમેનો પૈકી જીલ્લા આયોજન સમિતિનાં ચેરમેન પદેથી ભાવનાં બેન ભટ્ટનું નામ કાઢી વિનોદભાઇ સોલંકીનું ચેરમેન પદે નામ મુકી તથા અન્ય સમિતિઓના સભ્યોમાં માત્ર ફેરબદલ કર્યો હતો. તથા ગત સમગ્ર સભામાં બે નિયુકત સમિતિઓની રચનાં વિસરાઇ થઇ હતી. તે બે નિયુકત સમિતિઓમાં નિયુકત પસંદગી સમિતિનાં ચેરમેન પદે કલ્પના બેન વી શાહ અને પંડીત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાં સમિતિના ચેરેમન પદે લક્ષ્મીચંદ મોરવાણીની નિયુકત કરી હતી. તેમાં સમિતિઓની દરખાસ્ત રજૂ કરી હતી. તેની સામે વિરોધ પક્ષે કરેલી કાયદકીયદ દલીલ બાજીની દરખાસ્ત રજૂ કરી સામ સામે મતદાન યોજાયું હતું. જેમાં કમિટીઓની ફેરી રચનાં તરફેણમાં ભાજપાનાં ૨૨ સભ્યો વિરોધમાં ૬ કોગ્રેસં અને ૧ તટસ્થ રહ્યો હતો. તેની સામે વિરોધ પક્ષના દરખાસ્તની તરફેણમાં ૬ વિરોધમાં ૨૨ અને તટસ્થ ૧ રહેતા વધુ મતો એ કમીટીઓની ફેર વિચારણા વાળી દરખાસ્ત ને સત્તા પક્ષો મંજુર કરી
દિધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો