તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હાલોલની આઇસીઆઇસી બેંકમાં ૃચ્ ’આગ ફાટી નીકળતાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલની આઇસીઆઇસી બેંકમાં ૃચ્/’આગ ફાટી નીકળતાં દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. હાલોલ
હાલોલના ગોધરા રોડ પર આવેલ આઈસીઆઈસી બેંક માં ગઈકાલ મોડી રાત્રીએ એકા એક આગ ફાટી નીકળતા આ વિસ્તારમાં દોડધામ મચી હતી. બેંક બંધ હોવાને કારણે આગના ધુમાડા દેખા દેતા બેંકના દરવાજા તોડી હાલોલ, કાલોલ નગરપાલિકા તથા જનરલ મોટર ફાયર ફાયટરની મદદથી એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા લોકોમાં હાશકારો થયો હતો. આ આગની બનાવના સમાચાર વાયુ વેગે નગરમાં ફેલાતા લોકટોળા ઉમટી પડયા હતા. હાલોલ પોલસ ઘટના સ્થળ પર પહોંચી લોકટોળા છૂટા કરી થયેલ ટ્રાફીક દૂર કરી રોડ રાબેતા મુજબ ચાલુ કર્યો હતો.
ગઈકાલ તા. ૨પ ફેબ્રુઆરીને મંગળવારની રાત્રીના ૧૦.૩૦ કલાકે નગરના ગોધરા રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં આગ લાગતા ધુમાળા દેખાવા લાગ્યા હતા. જોકે આ બેંક રહેઠાણ વિસ્તારમાં આવેલી હોવાથી આ વિસ્તારના લોકોના લોક ટોળા ઉમટી પડયા હતા. આ અંગેની જાણ હાલોલ, કાલોલ જનરલ મોટરના કંપનીના ફાયર ફાયટરને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ બંધ બેંકના દરવાજા તોડી અંદર પૂર્વથી એક કલાક જેવી ભારે જહેમત બાદ આ આગે કાબુમાં લેવામાં આવી હતી. આ બનાવની જાણ વીજ કંપનીની કર્મચારીને થતા ઘટના સ્થળ ઉપર આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો