તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે શિવરાત્રી : શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગૂંજી ઉઠશેપંચમહાલ દાહોદ અને મહિ‌સાગર જિલ્લાનાં શિવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શિવરાત્રી : શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગૂંજી ઉઠશેપંચમહાલ-દાહોદ અને મહિ‌સાગર જિલ્લાનાં શિવમંદિરોમાં તડામાર તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
મહાશિવરાત્રીના પર્વની પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં શિવભક્તો દ્વારા ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારથી બમબમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે. તેમજ શહેરની પ્રભાકુંજ સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરેથી શીવયાત્રાનો કાર્યક્રમ પણ યોજાનાર છે.
પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથીજ શિવભક્તોનો ઘસારો શિવાલયોમાં ચાલુ થઈ જશે. ગોધરા શહેરના પ્રભાકુંજ સ્થિત શિવમંદિર, બામરોલી રોડ પરના શિવ મંદિરો, અંકલેશ્વર મહાદેવ, લાલબાગ ટેકરી મહાદેવ જેવા વિવિધ શિવાલયોને રંગબેરંગી રોશનીથી તથા નવિન રંગરોગાનથી શણગારવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરા પાસેના સુપ્રસિધ્ધ મરડેશ્વર મહાદેવ ઉપર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જિલ્લાભરના સેકડો શિવભક્તોએ દર્શનનો લ્હાવો લેશે. મોટી સંખ્યામાં ભક્તો જોડાતા મેળો ભરાયો હોય તેવા દૃશ્યો જોવા મળશે. જ્યારે કેટલાક શિવ મંદિરોમાં મોડીરાત્રી સુધી શિવ ધૂન ચાલશે. આ ઉપરાંતા ગોધરા શહેરના પ્રભાકુંજ સોસાયટી સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરથી શિવયાત્રા નિળશે. જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે. પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવનાર છે. જયાં ભક્તોને પ્રસાદી રૂપે ભાંગ પણ આપવામાં આવનાર છે જોકે મંદિરોને સુશોભન જેવી પૂર્વ તૈયારીઓ આદરી હતી. ગોધરા સહિ‌ત, હાલોલ, કાલોલ, લુણાવાડા, જાંબુઘોડા, સંતરામપુર અને દિવડાકોલોનીના વિવિધ શિવમંદિરોને શણગારવામાં આવ્યાં હતાં. આમ આજે પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં ભક્તિમય વાતાવરણમાં શિવરાત્રિની ઉજવણી થનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો