તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આસારામનો પૂર્વ વૈદ્ય ખોટા નામે રિવોલ્વરના રજિ.માં ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસારામનો પૂર્વ વૈદ્ય ખોટા નામે રિવોલ્વરના રજિ.માં ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
મહાત્મા મંદિર ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન દુષ્કર્મકાંડના આરોપી આસારામનો પૂર્વ આયુર્વેદિક તબીબ અમૃત પ્રજાપતિ ખોટા નામે રિવોલ્વરની નોંધણી કરાવતાં ઝડપાયો હતો. પોતાના નામે લાઇસન્સવાળી રિવોલ્વર હોવા છતાં કાર્યક્રમ સ્થળે કે. જી. પટેલના નામે આ રિવોલ્વરની નોંધણી કરાવી હતી. અગાઉ અમૃત પ્રજાપતિએ આસારામ સામે બેફામ આક્ષેપો કર્યા છે.
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મંગળવારના આયુર્વેદ સમિટ ૨૦૧૪નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં રાજ્ય તથા દેશભરના આયુર્વેદિક તબીબો તથા નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી મોદી તથા અન્ય મંત્રીઓ પણ હાજર હતા તે દરમિયાન કાર્યક્રમના સ્થળ પર રાખવામાં આવેલા પોલીસ ચેક પોઈન્ટ પર એક શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અમૃત પ્રજાપતિ હોવાનું તથા વડોદરામાં આયુર્વેદિક ડોક્ટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. રિવોલ્વર અંગે પૂછપરછ કરતાં લાઈસન્સવાળી નીકળી હતી. જોકે આ શખ્સ દ્વારા સમિટના સ્થળ પર નોંધવામાં આવેલા નામ પ્રમાણે તેમને પોતાનું નામ કે.જી. પટેલ લખાવ્યું હતું. તે જ નામનું તેમને સભ્ય કા‌ર્ડ‌ પણ તે જ નામ અપાયું હતું.
પોલીસને આ વિરોધાભાસને પગલે શખ્સ સામે શંકા જતા અટકાયત કરી ખોટું નામ શા માટે લખાવ્યું તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મોદી જ્યારે પ્રધાનમંત્રીના દાવેદાર છે ત્યારે આતંકવાદી દ્વારા છાશવારે ધમકી મળતી રહે છે. જેના પગલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ચકાસણી વખતે આસારામના પૂર્વ વૈદ્યને ઝડપી લેવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો