તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાજપનો વિકાસ, તલાટીઓનો નાશ, પ્રજાનો વિનાશ : શંકરસિંહૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનો વિકાસ, તલાટીઓનો નાશ, પ્રજાનો વિનાશ : શંકરસિંહૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
રાજ્યની ભાજપ સરકાર અને વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા મોદીની આકરા શબ્દોમાં ટીકા કરતાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહે તલાટીઓની ભરતીના મામલે થયેલા કૌભાંડના પરિપ્રેક્ષ્યમાં કહ્યું હતું કે, અહીં તો ભાજપનો વિકાસ, ભ્રષ્ટાચારનો વિકાસ, તલાટીઓનો નાશ અને ગુજરાતની પ્રજાનો વિનાશ છે.
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી સરકારે સંપૂર્ણ બજેટના સ્થાને વચગાળાનું અંદાજપત્ર અને જુલાઈ સુધીના ચાર મહિ‌નાના ખર્ચને પહોંચી વળવા લેખાનુદાનનો જે પ્રસ્તાવ મૂક્યો છે તેના પરની ચર્ચામાં ભાગ લેતાં શંકરસિંહે નાણાં મંત્રી નીતિન પટેલે પોતાના અંદાજપત્ર પ્રવચનમાં રાજ્યમાં છેલ્લા ૧૩ વર્ષમાં થયેલા વિકાસના આંકડા આપી જે આલેખન કર્યું હતું એનું જ એ જ રીતે આંકડા રજૂ કરીને છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.
ગામેગામમાં પોતાના શાસનમાં વીજળી પહોંચાડવાના દાવાને પોકળ ગણાવતા શંકરસિંહે કહ્યું કે, સરકારની નેમ તો પાકિસ્તાનમાં વીજળી એક્સપો‌ર્ટ કરવાની છે, પણ અહીં છ લાખ ખેડૂતો વીજળી વગર મરી જાય છે. આઈએમપીએમ સંસ્થાએ ઠેઠ ૧૯૯૧માં ગુજરાતનો જે સર્વે કરેલો તેમાં સ્પષ્ટ થયું હતું કે, ગુજરાતના ૧૮,૦૨૮ ગામો પૈકી ૧૭,૯૪૦ ગામોમાં વીજળી પહોંચાડવામાં આવેલી. મારા પોતાના ગામમાં ૧૯૬૨થી વીજળી આવેલી છે. જો ૧૯૯૧માં ૧૭,૯૪૦ ગામોમાં વીજળી પહોંચેલી હતી તો ગુજરાતની ભાજપ સરકાર જે ૧૮,૦૦૦ ગામોની વાત કરે છે તો બાર વર્ષના તેના શાસનમાં તેણે તો ફક્ત ૬૦ જ ગામોમાં વીજળી પહોંચાડી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો