Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉધઈ પાસેથી પણ ટીમવર્ક શીખી શકી શકાય છે
ર અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી ઓછી હોય ત્યાં લાખોની સંખ્યામાં નાની-નાની ઉધઈ માટીના ઢગલાઓ ઊભા કરી દે છે. જે આઠ-આઠ ફૂટ લાંબા હોય છે. આ માટીના ઢગલાની પાછળ ઉધઈનો વસવાટ હોય છે. તે તેનાં રહેઠાણની બાંધણીને વધુને વધુ શ્રેષ્ઠ બનાવતી જાય છે. તેના કાર્યને નજીકથી જોવું સમજવું જોઇએ. તેઓ હંમેશાં એક ટીમ થઇને કાર્ય કરે છે. કોલોની બનાવે છે. એકબીજાને શું કામ કરવાનું છે તેઓમાં બતાવવાની જરૂર પડતી નથી. તેનો કોઈ મુખ્યા હોતો નથી. હવા, પાણી કે તડકાથી કોઇ ઉધઇ મરી જાય તો તેનું કાર્ય કોણ સંભાળશે તેની કોઇને સોંપવાની જરૂર પડતી નથી. તેનું કાર્ય પૂરું થાય છે. એ પણ ટીમની ઈચ્છા પ્રમાણે અને યોગ્ય સમયસર. હાર્વર્ડ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સિસ તેમજ વાઇસ ઇન્સ્ટિટયૂટે ઉધઇ પાસેથી ટીમવર્કની પ્રેરણા લીધી. આ વૈજ્ઞાનિકોએ રોબોટિક કન્સ્ટ્રકશન ક્રૂ તૈયાર કર્યું છે. એટલે એવું રોબોટનું દળ જે કન્સ્ટ્રકશનનું કામ કરે. આ ટીમને સુપરવાઇઝરની જરૂર નથી. તેઓના માટે અંદરો-અંદર વાતચીત પણ જરૂરી નથી. ટીમમાં સામેલ રોબોટ ઘણો સાધારણ છે. તેની સંખ્યા પણ નક્કી નથી. જરૂરિયાત પ્રમાણે કોઇ પણ હોઇ શકે છે. બદલાતાં માહોલ અને મોસમ પ્રમાણે તેઓ તેના પોતાનામાં ફેરફાર કરીને કાર્ય કરે છે. આ રોબોટિક સીસ્ટમને ટર્મેશ’ એવું નામ આપવામાં આવ્યું છે. તે કોમ્પલેક્સ બનાવી શકે છે. સેન્ટ્રલ કમાંડના થ્રીડી સ્ટ્રક્ચર તૈયાર કરી શકે છે.મોટાં-મોટાં ટાવર ઊભા કરી શકે છે. ફોમની ઈંટોથી પિરામિડ બનાવી શકે છે આ ઉપરાંત પણ ઘણાં કામ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ રોબોટિક સીસ્ટમ ભવિષ્યમાં મંગળ ગ્રહ પર સામાન્ય નિર્માણકાર્યમાં પણ કામ આવી શકે છે.પૂરગ્રસ્તવિસ્તારમાં પણ રેતીના અવરોધ ઊભા કરવામાં પણ તે ઉપયોગી છે. અત્યાર સુધી લગભગ દરેક કન્સ્ટ્રકશનના કાર્યને વ્યવસ્થિતપણે પાર પાડે છે. અત્યાર સુધી કન્સ્ટ્રકશનના કામ તાલીમબદ્ધ વર્કર કરતાં આવ્યા છે. તેઓનું સંગઠન હોય છે. તેમાં વિવિધ પ્રકારનાં પદ હોય છે. કામ શરૂ કરતાં પહેલાં તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે. વિસ્તારથી પ્લાન બનાવવામાં આવે છે. જેમાં કેવી રીતે અને કેટલાં સમયમાં તેઓ કાર્ય પૂરું કરશે તે નક્કી કરવામાં આવે છે. આ પછી સુપરવાઇઝર વર્કર્સને આખો પ્લાન સમજાવે છે. આ પ્રકારે કામ થાય તેની પર નજર પણ રાખે છે. પરંતુ ઉધઇ જ્યારે પોતાનું ઘર બનાવે છે ત્યારે આટલું બધું નથી વિચારતી. આખી ટીમ પોત-પોતાનું કામ કરે છે. તેને તો એ પણ ખબર નથી હોતી કે બીજી ઉધઇ શું કરી રહી છે. પરંતુ તેનું ઓબ્ઝર્વેશન ઘણું સારું હોય છે. વાતાવરણમાં શું ફેરફાર થઇ રહ્યાં છે. કાર્યમાં કેવાં પ્રકારનું પરિવર્તન લાવવું જોઇએ. આ બધું તેને અંદરો-અંદરની વાતથી જ ખબર પડી જાય છે. આ પછી તેઓ એ આધારે જ પોતાના કાર્યમાં ફેરફાર કરે છે. એક ટીમ સ્વરૂપે કામ કરતી વખતે આ વસ્તુ ઘણી જરૂરી હોય છે. વૈજ્ઞાનિકોએ જે રોબોટિક સીસ્ટમ બનાવી છે તેમાં આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ટર્મેશ સીસ્ટમમાં કામ કરતો દરેક રોબોટ પોતપોતાની રીતે કામ કરે છે. દરેક એક જ સમયે સરખું નિર્માણકાર્ય કરે છે અને એ પણ બીજો શું કરી રહ્યો છે તે જાણ્યા વગર. ટીમ પાંચ રોબોટની હોય કે પ૦૦ની આખી ટીમ એક ઈન્સ્ટ્રકશન પર કામ કરે છે. આ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ડિસ્ટ્રિબ્યુશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટર્મેશ સીસ્ટમ માત્ર ચાર વર્ષ જૂની છે. તે દરેક પ્રકારનું કામ કરે છે. ઈંટોને લઇ જવી, તેને યોગ્ય જગ્યાએ ફિટ કરવી, ઊંચાઇ ચઢીને જરૂરિયાતનાં કાર્ય કરવાં વગેરે. આ સીસ્ટમને શોધનાર મુખ્ય વૈજ્ઞાનિક રાધિકા નાગપાલ છે. તે કમ્પ્યૂટર સાયન્સમાં વાઇસ ઈન્સ્ટિટયૂટની કોર ફેકલ્ટી મેમ્બર છે.
ફંડા એ છે કે...શીખી ક્યાંયથી પણ શકાય છે. ઉધઇ જેવા જીવ પાસેથી અને તેમાંથી મેળવેલ શીખ આપણી રીતભાત બદલવા માટે સક્ષમ છે.