તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છોટાઉદેપુરમાં ડીએસપી કચેરીનો વિધિવત પ્રારંભ કરાયોકાર્યરત : આઇજી અનુપમસિંહ ગેહલોતના હસ્તે કચેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં ડીએસપી કચેરીનો વિધિવત પ્રારંભ કરાયોકાર્યરત : આઇજી અનુપમસિંહ ગેહલોતના હસ્તે કચેરીનું ઉદ્દઘાટન : કાર્યક્રમના પ્રારંભે જ વરસાદ વિલન બન્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. છોટાઉદેપુર

નવરચિત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનો વિધિસરનો પ્રારંભ આજથી ઓલ્ડ પેલેસ કુસુમ વિલાસ ખાતે સાંજના પાંચ કલાકે રાખવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન નાયબ પોલીસ મહા નિરિક્ષક વડોદરા વિભાગના અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાખવામાં આવ્યું હતું. પરંતુ કાર્યક્રમના પ્રારંભ સમયે મુશળાધાર વરસાદ ચાલું થઇ ગયો હતો. અને આમંત્રીતોએ મંડપ છોડીને ઓફિસમાં જતુ રહેવું પડયું હતું.

જ્યાં આગળ જિલ્લા પોલીસ કચેરીનો પ્રારંભ થયો છે એ દોઢસો વર્ષ જુનો છે. છોટાઉદેપુર સ્ટેટ હતું એનાં રાજા ફતેસિંહજી ચૌહાણ અને નટરવસિંહજી ચૌહાણ પણ રહી ચુક્યાં હતાં. નાયબ પોલીસ મહાનિરિક્ષક અનુપમસિંહ ગેહલોતએ રીબીન કાપી કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને તકતીની અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ વડાએ પોલીસ તંત્રને પ્રજાની સાથે રહી કામ કરવાં ઉપર ભાર મુક્યો હતાં.

જિલ્લા ડી.એસ.પી. રાજન સુશ્રાને અત્રેની કચેરી અને જિલ્લામાં પોલીસ સ્ટાફ અંગે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લાનું મહેકમ પ૦૦ પોલીસનું છે. પરંતુ હાલમાં માત્ર ૩પ૦ છે. નવા તાલીમાર્થી આવતાં આ ઘટ પુરાઇ જશે. પ્રજાના કામ અર્થે અમોને પેલેસ ઉપયોગ અર્થે મળ્યો છે. એ ખુબ આનંદનિય છે અને રાજવી પરીવારનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય આગેવાનો માજીરેલ રાજ્ય મંત્રી નારાણભાઇ રાઠવા સતિષભાઇ પટેલ અતુલભાઇ પટેલ કાંતીભાઇ તડવી ભીમસિંગભાઇ કોલી જસુભાઇ ભીલ નગરપાલિકા પ્રમુખ અલ્પાબેન શાહ સંકરભાઇ રાઠવા ચંદુભાઇ ઠક્કર તથા અનેક વહેપારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસ વિભાગનો કાર્યક્રમ હોય છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પોલીસ અધિકારીઓ ખુબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતાં. કાર્યક્રમનું આયોજન ખુબ સુંદર હતું. પરંતુ વરસાદ વિલન બનતાં કોઇની સામે ફરિયાદ થઇ શકી નહતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો