તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાદરવામાં નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણઉદ્ઘાટન ~૬૮ લાખના બનાવેલું ગૃહ અગ્ર સચિવ એસ.કે.નંદાના હ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવામાં નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણઉદ્ઘાટન ~૬૮ લાખના બનાવેલું ગૃહ અગ્ર સચિવ એસ.કે.નંદાના હસ્તે ખુલ્લું મુકાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાવલી
સાવલી તાલુકાના ભાદરવા ગામે ~૬૮ લાખના ખર્ચે બનાવેલ નવીન પોલીસ મથકનું ગૃહ અગ્રસચિવ એસ.કે.નંદાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાવલીના ભાદરવા ગામે વરસો જૂનું પોલીસ મથક ~૬૮ લાખના ખર્ચે નવીન મકાનનું લોકાર્પણ આજ રોજ ગૃહ અગ્રસચિવ એસ.કે.નંદાના હસ્તે કરાયું હતું. અદ્યતન સુવિધાવાળું અને વિવિધ જેવા કે ઇન્ટ્રોગેશન રૂમ, નાગરિક સુવિધા કેન્દ્ર, વાયરલેસ રૂમ, પીએસઓ રૂમ, આર્મરી રૂમ, કોમ્પ્યૂટર રૂમ, લેડીઝ ઓફિસર રૂમ અને બે પીએસઆઇની ઓફિસ સહિ‌ત ૩૯૧૯ સ્કે. ફૂટનું વિશાળ મકાનનું આજે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિ. પોલીસવડા સંદીપસિંહ એસ.કે.નંદાનો આભાર વ્યક્ત કરીને ગૃહ વિભાગ ગૃહ વિભાગ તરફથી શરૂ કરાયેલ સુરક્ષા ટીમની યોજનાના વખાણ કર્યા હતા. જિ.માં ૨૦૦ પોલીસ મિત્રો આ યોજના અન્વયે બનાવીને પોલીસ-પ્રજા વચ્ચે સેતુ સધાશે.
જ્યારે એસ.કે.નંદાએ પ્રાસંગિક પ્રવચનમાં મહીસાગર કિનારે વસેલા ભાદરવા ગામના વખાણ કરીને સાવલી તાલુકાનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું અને ૧૯૭૯માં પ.પૂ. સાવલીવાળા સ્વામીજી હયાત હતા ત્યારે એ સાવલી દત્તક તેમની પાસેથી લીધું છે તેથી મારી વિશેષ લાગણી આ તાલુકા પ્રત્યે છે. સાથે સાથે નદી કિનારો હોવાથી રેતી ભરેલા ડમ્પરથી કોઇની જાન ન જાય અને અકસ્માત ન થાય તે માટે પોલીસ વિભાગને પણ સતર્ક રહેવા જણાવ્યું હતું. સાથે સાથે મહિ‌લાઓ દેશી દારૂના ધંધામાંથી પાછી વળીને બીજા ધંધે વળે તે માટે પણ પોલીસને પ્રયત્નશીલ રહેવાઅને તત્પર રહેવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો