તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગોધરામાં બંધ મકાનમાંથી દાગીના મળી ~૪૦ હજારથી વધુની ચોરીચોરીદ્વારકાનગર સોસા.ના મકાનમાં થયેલી ચો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં બંધ મકાનમાંથી દાગીના મળી ~૪૦ હજારથી વધુની ચોરીચોરીદ્વારકાનગર સોસા.ના મકાનમાં થયેલી ચોરીનો આંકડો માલિક આવ્યા પછી ખબર પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.ગોધરા
ગોધરા શહેરના બામરોલી રોડ તરફ આવેલી દ્વારકાનગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરવખરી તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. નોંધનિય છેકે મકાન માલીક નાથદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા. પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.
ગોધરાના બામરોલી રોડ સ્થિત આવેલી દ્વારકાનગર સોસાયટીમાં આવેલ મકાન પ૨ એમાં રહેતા કનુભાઇ વાસણની દુકાન ધરાવે છે. ગત સોમવારે તેઓ નાથદ્વારા દર્શન કરવા ગયા હતા. દરમિયાન તેઓના મકાનના દરવાજા તથા જાળીના તાળાં તોડી તસ્કરોએ તેઓના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરી તેમજ કબાટમાં રખાયેલ કપડા તેમજ અન્ય ઘરવખરી વેરવિખેર કરી હતી. મકાનમાંથી ૪૦ હજારની ચાંદીની ત્રણ પાટની ચોરી કરી હોવાનું જણાય છે. વહેલી સવારે બાજુમાં રહેતા તેમના ભાઇ દિનેશભાઇ શાહે મકાનના તાળાં તૂટેલાં જોયા હતા. અને કબાટ ખુલ્લા તેમજ સામાન વેરવિખેર જણાતા તેઓએ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દિનેશભાઇના જણાવ્યા અનુસાર પ્રથમ દ્રષ્ટીએ ચાંદીની પાટ ચોરાઇ હોવાનું જણાયુ છે. સોનાના દાગીના તથા રોકડ પણ ચોરાઇ હોવાની આશંકા વ્યકત કરી છે. ચોરીમાં કોઇ જાણભેદુઓ ત્રાટક્યા હોવાની શક્યતાએ પણ સ્થાન લીધુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો