તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પંચમહાલમાં બો‌ર્ડ‌ પરીક્ષાની આડમાં માધ્યમિકના વર્ગોમાં ઉડતાં કાગડાંખાનગી ટયુશનની બોલબાલા વધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલમાં બો‌ર્ડ‌ પરીક્ષાની આડમાં માધ્યમિકના વર્ગોમાં ઉડતાં કાગડાંખાનગી ટયુશનની બોલબાલા વધતાં શાળાએ જવામાં નિરસતાં ચિંતાનો વિષય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
આગામી માર્ચ માસમાં પંચમહાલ જિલ્લામાં બો‌ર્ડ‌ પરીક્ષા યોજાશે.પણ તેની આડમાં ધો-૯ અને ૧૧ ના વિદ્યાર્થી‍ઓ પણ શાળામાં ન આવતાં વર્ગોમાં કાગડાં ઉડે છે. જોકે ખાનગી ટયુશનની બોલબાલા વધતાં વિદ્યાર્થી‍ઓ શાળાએ જવા નિરસ થતાં ચિંતાની વિષય બન્યો છે.
આમ તો ફેબુઆરી એટલે પરીક્ષા માટેની પૂવે તૈયારીનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. પરંતુ પરીક્ષા પૂર્વેનુ મીની વેકેશન હોય તેવો માહોલ પંચમહાલ જિલ્લાની માધ્યમિક ક્ષેત્રે સર્જાયો છે. આગામી તા.૧૩મી માર્ચ માસથી બોડ ર્પરીક્ષાની શરુ આત થાય છે.હવે તેઓની આ કારકિર્દી‍ માટે મહત્વની ગણાતી પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી બચતાં તેઓ ધીર ગંભીર બનીને વિદ્યાર્થી‍ઓ વાંચન લેખનમાં મશગૂલ બન્યા છે.પરીક્ષાના હાઉ સાથે તેઓ આમ તો ઉત્તરાયણથી શાળાએ જવામાં નિરસતા અનુભવીને ઘરે રહેવાનુ મન બનાવ્યું છે.સાથેસાથે ધો-૯ અને ૧૧ ના વિદ્યાર્થી‍ઓની તો એપ્રિલ મે માસમાં પરીક્ષા યોજાય છે.પરંતુ બો‌ર્ડ‌ પરીક્ષાર્થી‍ઓની આડમાં તેઓ પણ ધીરેધીરે શાળામાં આવતાં નથી. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પખવાડિયાથી તેઓની અનિયમિતતા વચ્ચે શિક્ષકો પણ ઉદાસીન બનીને માત્ર પેપર સોલ્યુશન જેવા લેશન આપીને પોતાની ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ માને છે.આજકાલ વિદ્યાર્થી‍ઓ વિના આખુ માધ્યમિક વિભાગ ઠપ્પ બન્યું છે.બાળકોની હાજરીથી ખીચોખીચ બનેલા વર્ગોમાં કાગડાં ઉડે છે તો બીજી તરફ અવરજવરથી ધમધમતાં સંકુલો પરીક્ષામય વેકેશનથી ભેંકાર બન્યા છે.વળી શહેરી વિસ્તારમાં શાળાને બદલે ટયુશન અંગે વધુ ઝોક આપતાં ઠેરઠેર કલાસીસ હાઉસફૂલ જોવા મળે છે.ખરેખર આવા સમયે શાળામાં પૂર્વ તૈયારી તથા અઘરા પ્રકરણોની સરળીકરણ માટે ઉપયોગી ભાથુ મેળવવાને બદલે નાણાં ખર્ચી‍ને વિદ્યાર્થી‍ઓ ટયુશન ઉપર મદાર રાખતાં વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો