તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અકસ્માત સુરામાં મરણ પ્રસંગમાંથી પરત આવતાં ઘોઘંબા જતી બોલેરો સાથે અકસ્માત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત સુરામાં મરણ પ્રસંગમાંથી પરત આવતાં ઘોઘંબા જતી બોલેરો સાથે અકસ્માત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હાલોલ
રણજીતનગર બાઠવા ફળીયાના બે યુવાન સુરા ગામે મરણ પ્રસંગ માથી પરત આવત હતા તે વખતે ઘોઘંબા તરફ જતી બોલેરો ગાડીએ બાઇકને ટક્કર મારતા બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને ટ્રેકટરમા હાલોલ રેફરલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડયા હતા.
બાઠવા ફળીયાના યુવાનો મનુભાઇ નાયક તથા અશ્વિનભાઇ નાયક સુરામાં તેમના સંબંધીના મરણ પ્રસંગે ગયા હતા. ત્યાંથી તેઓ તેમની બાઇક પર આવતા હતા. તે વખતે બોલેરો જીપના ચાલકે તેમને ટક્કર મારતા બંનેવને ગંભીર ઇજાઓ કરી ગાડી ચાલક નાસી ગયો હતો. તેને સુરા ગામના માણસોએ પીછો કરી લોકો ઘોઘંબાથી ઝડપી પાડયો હતો. બીજી તરફ આ બંને ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખાતે લાવ્યા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ બંનેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો