તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કરજણ મિયાંગામ ચોકડી પર રાત્રે સ્ટ્રીટલાઇટ મૂકવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ મિયાંગામ ચોકડી પર રાત્રે સ્ટ્રીટલાઇટ મૂકવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કરજણ
કરજણ નવા બજારમાં પ્રવેશવાના રીંગરોડ વિકાસ પથ પર મીયાગામ ચોકડી પર રાત્રે પોલીસ પોઇન્ટ છે અને વાહનોની અવર જવર વધારે રહે છે. જેમાં અગાવ નગરપાલિકા દ્વારા સોલાર સ્ટ્રીટલાઇટ મુકવામાં આવી હતી. પરંતુ એ સ્ટ્રીટ લાઇટ બગડી જતાં હાલમાં આ ચોકડી પર રાત્રે અંધાર પટ છવાઇ જાય છે.
રાત્રે પોઇન્ટ પર હાજર પોલીસ કર્મીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જેથી મીયાગામ ચોક પર રાત્રે સ્ટીટલાઇટ ચાલુ કરવા માટે માંગ ઉઠવા પામી છે.
કરજણ જુનાબજાર નેહા ૮ થી રેલવે ઓવર બ્રિજ થઇને મીયાગામ ચોકડીથી જલારામ ચોકડીથી જલારામ ચોકડીથી અણસ્તુ ક્રોસિંગથી રેલવે ફાટક સુધીનો વિકાસ પથ કરજણ રિંગરોડ બનેલો છે. જેમાં જુના બજારથી નવા બજારમાં ઓવર બ્રિજથી મીયાગામ ચોકડીથી કરજણ નવાબજારમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર અને મીયાગામ ચોકડીથી આમોદ જંબુસર તથા દહેજ અને બીજી તરફ પાદરાથી કાઠીયાવાડ સુધીનો વાહન વ્યવહાર ધમધમે છે.
જેથી મીયાગામ ચોકડી પર ૨૪ કલાકનો પોલીસ પોઇન્ટ છે જેથી આ ચોકડી પર નગરપાલિકા દ્વારા
અગાવ સોલાર સ્ટ્રીટ લાઇટ મુકવામાં આવેલ હતી.
જેમાં છેલ્લા ઘણા મહિ‌નાઓથી સ્ટ્રીટ લાઇટ બગડી જવાથી આ ચોકડી પર રાત્રે અંધારપટ છવાયેલો રહે છે. જેથી રાત્રે પોઇન્ટ પર તૈનાત પોલીસ કર્મીઓને અને વાહન ચાલકોને સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાથી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જેથી વહેલી તકે વાહનોથી ધમધમતી મીયાગામ ચોકડી પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો