તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાદરા તાલુકામાં મૂકબધિર મહિ‌લા વશમાં નહીં થતાં યુવાને ફટકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા તાલુકામાં મૂકબધિર મહિ‌લા વશમાં નહીં થતાં યુવાને ફટકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
પાદરા તાલુકાના એક ગામમાં એક યુવાને સીમમાં જઇ રહેલી બહેરી, મુંગી મહિ‌લાને આંતરીને ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. મહિ‌લા વસમાં ન થતાં છંછેડાયેલા યુવાને મહિ‌લાને ઢોર મારમાર્યો હતો. જેમાં એક દિવસ બાદ મહિ‌લાના પરિવાર અને ગામ લોકોએ યુવાનને ઓળખી જઇ માર મારી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરેલ છે.
મળતી માહિ‌તી અનુસાર, પાદરા તાલુકાના એક ગામમાં જન્મથી બહેરી મુંગી પરિણીત મહિ‌લા રહે છે અને તેને સંતાનમાં એક છોકરો છે. પોલીસ સુત્રોની મળતી પ્રમાણે મહિ‌લા રવિવારની સાંજે ગામની સીમમાં કુદરતી હાજતે જવા માટે ઘરેથી નીકળી હતી. ત્યારે રસ્તામાં ગામનોજ સુરેશ પઢીયારે આંતરી હતી અને તેને ઇજ્જત લેવાના બહાને વશમાં કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. પરંતુ તે વશમાં ન થતા સુરેશે તેને મારવાનું શરૂ કર્યું હતું. મહિ‌લાને ઢોર માર મારી પરંતુ મુંગી કપિલાની બુમો કોણ સાંભળે. તેને ઘરે આવીને તેના પતિને ઇશારાથી તમામ હકીકત કહી સંભળાવી હતી. પરંતુ આરોપીનું નામ ન કહી શકી. પરંતુ ગામના અન્ય લોકોને આ મારછુટ સુરેશે કરેલી છે. તેની પાકી બાતમી મળી હતી. જેની સોમવારે રાત્રે તેને પકડી માર મારી મહિ‌લા પાસે લાવતાં તેને ઓળખી બતાવીને પોતેજ મારવાનું શરૂ કર્યું હતું. જેથી તે જોઇ તેના પરિવાર અને ગામલોકોએ પણ તેને માર મારી પોલીસને બોલાવીને સુરેશને સોપ્યો હતો. પરંતુ સુરેશે પાદરા પહોંચીને પોતાને કપિલાના પરિવારના લોકો માર માર્યો હોવાનુ જણાવ્તાં પોલીસે સામસામે ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો