તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પંચમહાલ જિલ્લામાં બીજા દિવસે પણ માવઠુંકમોસમગોધરા,હાલોલમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી ઝાપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ જિલ્લામાં બીજા દિવસે પણ માવઠુંકમોસમગોધરા,હાલોલમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી ઝાપટાં : કપાસ ભીંજાઇ જતાં ખેડૂતોમાં ચિંતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા,દાહોદ
છેલ્લા ત્રણ દિવસથી મોસમે પલટો લેતાં એક જ દિવસમાં ત્રણ ત્રણ મોસમનો અનુભવ થઇ રહ્યો છે. સોમવારની મોડી રાત્રિએ ગોધરા, હાલોલ, કાલોલ, સંતરામપુર, લુણાવાડા સહિ‌તના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ સાથે વરસાદી ઝાપટું પડતા માર્ગો ભીંજાઇ જતા ઠંડીનું જોર વધ્યું હતું. દાહોદ જિલ્લામાં પણ સોમવારે રાતે વાદળોના કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતાં આશ્ચર્ય ફેલાયું હતું. લીમખેડા, ઝાલોદ અને સુખસર પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ચાર પશુ ,ત્રણ મરઘાનાં મોત થયા હતા.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમે મિજાજ બદલ્યો છે. ગત સોમવારની સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ બપોર ગરમીનો અહેસાસ થતા પંખાઓ ચાલુ કરવા માટે જિલ્લાવાસીઓ મજબુર બન્યા હતા. તો મોડી રાત્રિએ ગોધરા, હાલોલ, કાલોલ, સંતરામપુર, લુણાવાડા સહિ‌તના વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ રચાઇને જોરદાર પવનો ફુકાવાની સાથે ભોર ઝાપટું પડયું હતું. શિયાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી હતી. ગોધરાના બસ સ્ટેન્ડ ભુરાવાવ સહિ‌તના વિસ્તારોમાં માર્ગો ભિંજાતા વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યુ હતું. જોકે વહેલી સવારથી વાદળો અને સૂર્ય વચ્ચે સંતાકુકડીનો ખેલ ચાલતો હતો સાથો સાથ બારથી પંદર કી.મી.ના વેગથી પવનો ફુકાતા હતા અને આખરે રાત્રિના આઠ વાગ્યા બાદ કાળાંડિબાંગ વાદળોની ફોજે સામ્રાજ્ય જમાવ્યું હતું. સવા નવ વાગ્યાના અરસામાં જોરદાર વીજળીઓના ચમકારા સાથે કમોસમી વરસાદે શરૂઆત કરી હતી. ખાસ કરીને હાલોલમાં થયેલા કમોસમી વરસાદના પાણીથી માર્ગો ભિંજાવાની સાથે કાદવ કીચડ સર્જાયા હતા. હાલોલના ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ ઘણા બધા ખેતરોમાં કપાસ વિણવાનો બાકી છે તે કપાસ ભીંજાઇ ગયો છે. સાથો સાથ જીરૂ, વળીયારી,ઘઉં વગેરે પાકોને પણ નુકસાન થવાની ભીતિ છે. આજે મંગળવારે પણ આકાર વાદળોથી ઘેરાયેલું હતું અને બપોરના અવાર નવાર વરસાદી છાંટાઓનો મારો ચાલુ રહયો હતો. હાલોલમાં વરસાદી છાંટાઓ સમયાંતરે ચાલુ રહેતા ખુલ્લામાં ધંધો કરનારાને મુશ્કેલી થઇ હતી.
દાહોદ જિ.માં સોમવારે રાત્રીના ૧૦કલાકના અરસામાં દેવગઢ બારિયાથી વરસાદ વરસવાનો આરંભ થયો હતો. ત્યાર બાદ લીમખેડા,દાહોદ, ઝાલોદ,ફતેપુરા અને ગરબાડા તાલુકા સહિ‌ત જિ.માં મુસળધાર વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લીમખેડા, ઝાલોદ અને સુખસરમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. તોફાની વરસાદ સાથે ફતેપુરા તાલુકાના ઝલાઇ, દાહોદના જાલદ, અને ખેંગમાં વીજળી પડી હતી. તેમાં ફતેપુરા તાલુકાના ઝલાઇ ગામે રાત્રીના બરફના કરા પડયા હતા. જ્યારે માતા ફળીયા ખાતે લગ્નમાં ગયેલા કાળીબેન કટારા, ગલાભાઇ કટારા તથા રમણભાઇ કટારા પર વીજળી તુટી પડતાં ઇજા થઇ હતી. જાલદમાં એક બળદ અને ગાય જ્યારે ખેંગમાં એક ભેસ, પાડી અને ત્રણ મરઘાના મોત નીપજ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો