• Gujarati News
  • ચૂંટણીના લીધે કેરીના તંબુમાં આજથી ચેકિંગનું ઇન્ટર્વલ

ચૂંટણીના લીધે કેરીના તંબુમાં આજથી ચેકિંગનું ઇન્ટર્વલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ઉનાળીમાં ઠેરઠેર કેરીના રસના તંબુઓ ખુલી જતાં હોય છે અને તે પૈકી કેટલાક લોકો સસ્તાભાવે ભેળસેળીયો કેરીનો રસ લોકોને આપતાં હોવાના કારણે લોકોના સ્વાસ્થય સાથે ગંભીર પ્રકારના ચેડા થતાં હોય છે એટલે ર્કોપોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ ઝુબેશ હાથ ધરીને રોજ આરોગ્ય માટે હાનીકારક રસ સહિ‌તની ચિજવસ્તુઓનો નાશ કરવામાં આવે છે. જો કે, ચૂંટણીના કારણે તમામ સરકારી તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં લાગી જતાં હવે આ કામગીરી પણ ઢીલી બનશે.
કેરીના અખાદ્ય રસનું વેચાણ કરતા તંબુ અને શેરડીના રસના કોલાનું આરોગ્ય વિભાગ દ્વારા રોજ ચેકીંગ કરાઈ રહ્યું છે. અલબત્ત,સોમવારે પ્રાથમિક ચેકીંગ પછી બ્રેક વાગે તેવી શકયતા છે. બુધવારે ચૂંટણી હોવાથી તંત્ર તેમાં વ્યસ્ત હશે ત્યારે બે દિવસ સુધી આવા તંબુઓમાં સેવાસદનના ફુડ વિભાગની ટુકડી દ્વારા તપાસ કરાશે નહીં. જોકે, વિતેલા અઠવાડિયામાં સેવાસદને સપાટો બોલાવતા અખાદ્ય કેરીના રસના વેચાણને બ્રેક વાગી ગઇ છે. જો ચૂંટણીના કારણે ચેકિંગ બંધ કરાશે તો ભેળસેળ કરતાં વેપારીઓનો છુટ્ટો દૌર મળે તેવી સંભાવના રહેલી છે અને તેના કારણે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થવાની સંભાવના રહેલી હોય ચેકિંગ ટીમ દ્વારા કાર્યવાહી પર બ્રેક લાગશે તો તેના કારણે ભેળસેળ કરતાં વેપારીઓ ફરી સક્રિય થશે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.