• Gujarati News
  • તફાવતના કરોડો કોણ ચૂકવશે?

તફાવતના કરોડો કોણ ચૂકવશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોદો રદ થતાં બીસીએના ફસાયેલા નાણાંની ગેરંટી ચિરાયુ અમીને લીધી હતી

સોદાની મૂળ રકમ અને આટલા વર્ષનું વ્યાજ કોન ચુકવશે તે અંગે અવઢવ

ભાસ્કર ન્યુઝ. વડોદરા

બરોડા ક્રિકેટ એસોસિયેશનની તાંજેતરમાં યોજાયેલી ચુંટણી બાદ નવા હોદ્દેદારો આવતાજ વડોદરામાં ક્રિકેટના વિકાસના બદલે વ્યક્તિગત હિ‌સાબોની પતાવટની ભાવના સાથે કામગીરી કરાતાં હવે વિવાદ વધુ વકરવા લાગ્યો છે. જેમાં સાંકરદાની કરોડો રૂપિયાની જમીનનો સોદો રદ કરવામાં આવ્યા બાદ સોદાની મૂળ રકમ પરત આપવાના નિર્ણયને લઈ વિવાદ થયો છે. આ સોદામાં જમીનની કિંમત વધતા કરોડો રૂપિયાના તફાવતની રકમ કોન ચુકવશે તેને લઈ અનેક સવાલ ઉભા થયા છે.

બીસીએ દ્વારા સાંકરદા ખાતે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ૧૦૦ એકર જમીન ખરીદવામા આવી હતી. બાદમાં આ જમીન વિવાદી હોવાનું બહાર આવતાં જમીનનો સોદો રદ થયો હતો.બીસીએ ૧૦૦ એકર જમીન નહીં લેવાનું નક્કી કર્યું હતું. આ સમયે ચિરાયુ અમીને બીસીએને ખાતરી આપી હતી કે જમીન વેચનાર અરવિંદભાઇએ એડવાન્સ લીધેલ રકમ પરત નહીં કરે તો એ રકમ તેઓ બીસીએને આપશે. જમીન માલિક અરવિંદભાઇએ આઠ કરોડ રૂપિયાનો ચેક બીસીએને આપ્યો હતો. આ ચેક તા.૧પમેના રોજ ડયુ’ થાય છે. જો તા.૧પના રોજ એ ચેકના નાણાં ચુકવાય નહીં તો એ રકમ અગાઉ કહ્યા મુજબ ચિરાયુ અમીને બીસીએને ચૂકવવી પડશે.

અત્રે ઉલ્લેખીનીય છેકે બીસીએ દ્વારા જે આઠ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તે પરત ન મળે તો શું ચિરાયુ અમીન આ રકમ તેમણે કહ્યા મુજબ તેઓ પરત કરશે ખરા? જો રકમ પરત કરશે તો ૨૦૦૯થી આજદિન સુધીનું આ રકમનું વ્યાજ કોણ ચુકવશ? કે પછી વ્યાજની રકમ જતી કરવી પડશે? તેને લઈ અનેક સવાલ ઉભા થયા છે. આગામી દિવસોમાં આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

૦૦૦૦૦

સ્ટેડીયમ સાથે ચિરાયુ અમીને પણ જગ્યા ખરીદી હતી

વડોદરા. બીસીએનું સ્ટેડીયમ બનાવવા માટે ૧૦૦ એકર જમીન ખરીદી કરવા સાથે તેની બાજુમાં જ આવેલી ૪૦ એકર જમીન ચિરાયુ અમીને પોતાના અંગત ઉપયોગ માટે ખરીદી હતી. આ સોદા બાદ બીસીએની જમીન વિવાદી હોવાનું કહી સોદો રદ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ જ જમીન પૈકીની ૪૦ એકર જમીન ચિરાયુ અમીને ક્લીયર કરાવી તેના પર નફો મેળવ્યો હોવાનો મામલો બીસીએની ચૂંટણીમાં ખૂબ ગાજ્યો હતો. જેમાં બીસીએને ખોટના ખાડામાં નાંખી અંગત લાભ ખાટવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. ત્યારે બીસીએને પાંચ વર્ષે રોકાયેલી રકમ જ પરત આપવાની વાત કરી વ્યાજ અને જમીનની વધેલી કિંમત જતી કરવાનો તખ્તો ધડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

૦૦૦૦૦

મેનેજીંગ કમિટિને અંધારામાં રખાઈ હતી

બીસીએ દ્વારા સ્ટેડિયમ માટે સાંકરદા ખાતેની જમીનનો સોદો ૨૦૦૯માં કરાયો હતો. એ સમયે સોદા પર હસ્તાક્ષર રાકેશ પરીખ અને ઇન્દુલકર દ્વારા કરાયા હતા. આ સોદા માટેની મંજુરી તે સમયે મેનેજિંગ કમિટિ પાસે લેવાઇ ન હતી. તેમજ મેનેિંજગ કમિટિને તેની જાણ પણ કરાઇ ન હતી. કરોડો રૂપિયાનો સોદો મેનેજિંગ કમિટિની મંજુરી વિના કરાયાની બાબતને કો‌ર્ટમાં પડકારશે અને હાલના ભાવની તફાવતની રકમ મેળવવા માટે પણ કાર્યવાહી કરાશે. સંજય પટેલ, સેક્રેટરી, બીસીસીઆઈ