• Gujarati News
  • હેડિંગ : ચાઇલ્ડ આર્ટિ‌સ્ટ્સની આ‌ર્ટમાં ઇન્ડિયન કલ્ચરનો વૈભવ વિનસ એકેડમી દ્વારા ૧પ ચાઈલ્ડ આર્ટ

હેડિંગ : ચાઇલ્ડ આર્ટિ‌સ્ટ્સની આ‌ર્ટમાં ઇન્ડિયન કલ્ચરનો વૈભવ- વિનસ એકેડમી દ્વારા ૧પ ચાઈલ્ડ આર્ટિ‌સ્ટ્સના વિનર પેઈન્ટિંગ્સ એક્ઝિબિટ કરાયા : પેઈન્ટિંગ્સમાં ભારતીય લોકો, રંગો, ઉત્સવ, સંસ્કૃતિ, નૃત્ય, સ્થાપત્ય અને લોક જીવનની ઝલક જોવા મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર : વડોદરા
રવિવારે ફેકલ્ટી ઓફ ફાઇન આ‌ર્ટ્સ ખાતે યોજાયેલા એક્ઝિબિશન સંસ્કૃતિ કી કૃતિ’માં ભારતીય સંસ્કૃતિ અને લોકજીવનના વિવિધ કલ‌ર્સને ૧પ ચાઇલ્ડ આર્ટિ‌સ્ટ્સે પેઇન્ટિંગ્સમાં રજુ કર્યા છે. આ એક્ઝિબિશનમાં ચાઇલ્ડ આર્ટિ‌સ્ટ્સે ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને સભ્યતાને આ‌ર્ટના માધ્યમથી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ પેઇન્ટિંગ્સ વિવિધ ઇન્ટરનેશનલ કમ્પિટિશન્સમાં વિજેતા જાહેર થયા છે. આ એક્ઝિબિશનમાં મિક્સ મિડિયા પર તૈયાર કરવામાં આવેલા પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન જાણીતા કલાકાર જયંત પરીખ અને ડો. વિજય શાહે કર્યું હતું.
પોતાના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર થયેલા આ‌ર્ટવર્કના એક્ઝિબિશનની થીમ અને તેના હેતુ વિશે માહિ‌તી આપતા વિનસ આ‌ર્ટ એકેડેમીના આર્ટિ‌સ્ટ હરિઓમ્ ગુર્જરે જણાવ્યું હતું કે, આ પેઇન્ટિંગ્સ વિવિધ કમ્પિટિશન્સમાં વિજેતા થયેલા છે. જેમાં લોકજીવનને ઘણું મહત્ત્વ અપાયું છે. ભારતીય લોકજીવન વિશે બાળકોએ મૌલિક પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. આજકાલ દેશ વિદેશમાં જે આ‌ર્ટ કમ્પિટિશન યોજાય છે તેમાં લોકસંસ્કૃતિ અને હેરિટેજને વધારે મહત્ત્વ અપાય છે.’ આ એક્ઝિબિશનને૨૯મી એપ્રિલ સુધી સવારે ૧૧થી સાંજના ૭ સુધી નિહાળી શકાશે.