• Gujarati News
  • સાયન્સ ફેકલ્ટીમાં સેમે ૩ અને પમાં એટીકેટી પરીક્ષાનો પ્રારંભ

સાયન્સ ફેકલ્ટીમાં સેમે-૩ અને પમાં એટીકેટી પરીક્ષાનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં ચાલતી એટીકેટી અને રેગ્યુલર પરીક્ષામાં હવે સાયન્સ ફેકલ્ટીમાં બીએસસીમાં સેમેસ્ટર-૩ અને પની એટીકેટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.
સાયન્સ ફેકલ્ટીમાં બીએસસીની એટીકેટી અને રેગ્યુલર પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગઇકાલથી સાયન્સ ફેકલ્ટીમાં શરૂ થયેલી પરીક્ષામાં બીએસસી સેમેસ્ટર-૩માં પ્રથમ વિષયની પરીક્ષા લેવાઇ હતી. એ રીતે બીએસસી સેમેસ્ટર-પમાં પણ પ્રથમ વિષયની પરીક્ષા લેવાઇ હતી. એટીકેટીની પરીક્ષામાં બીએસસીના ૧૨૦૦ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. ૨૬મીથી શરૂ થયેલી પરીક્ષાની વચ્ચે ૩૦મીએ ચૂંટણી હોઇ અને તેમાં સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકો-કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપાઇ હોઇ બાકીની પરીક્ષા ૨ મેથી પરીક્ષાનો પ્રારંભ થશે. ૨મેથી શરૂ થનારી પરીક્ષા ૮ મે સુધી ચાલશે. જ્યારે એમએસસી સેમેસ્ટર-૨ની છઠ્ઠી મેથી,એમએસસી સેમેસ્ટર-૩ની ૭મી મેથી તેમજ બીએસસી સેમેસ્ટર-૧ની ૯ મેથી પરીક્ષાનો પ્રારંભ થશે. બીજા તબક્કાની પરીક્ષામાં સાયન્સ ફેકલ્ટીના ૨ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.