• Gujarati News
  • લોકસભાની ચૂંટણી પૂર્વે ડભોઇ વેગા ત્રણ રસ્તા પાસેથી

લોકસભાની ચૂંટણી પૂર્વે ડભોઇ વેગા ત્રણ રસ્તા પાસેથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
ચૂંટણીના પડઘમ શાંત થવાના ૪૮ કલાક પૂર્વે ડભોઇ વેગા ત્રણ રસ્તા પાસેથી દારૂ અને બીયર ભરેલી ટર્બો ટ્રકને આરઆર સેલની ટીમે ઝડપી હતી. ટ્રકમાંથી ~૪૬ લાખના દારૂ-બીયર સાથે ડ્રાઇવર-કલીનરની ધરપકડ કરી હતી.
વડોદરા-બોડેલી રોડ પર વેગા ત્રણ રસ્તા પાસે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં દારૂની હેરાફેરી થશે તેવી નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી આરઆર સેલના પીએસઆઇ એચ.એમ.ગઢવીને બાતમી મળતા ડભોઇ પીઆઇ ભરત બારોટને સાથે રાખી નાકાબંધી કરી હતી. મોડી રાત્રે પોણા બે વાગ્યના સુમારે ટર્બો ટ્રક પસાર થતાં પોલીસે અટકાવી તપાસ કરતાં દારૂ અને બીયરની પેટીઓ મળી હતી.ડ્રાઇવર-કલીનરની પૂછતાછમાં પંજાબ તરણતારના પટ્ટી સ્થિત આસુલઉતાર ખાતે રહેતા મનજિતસિંગ જાગીરસિંગ મેરે ((સરદારજી)) અને બલદેવસિંગ ઇન્દરસિંગ ચૌર હોવાની કેફિયત કરી હતી. ટ્રકમાંથી ~૪૬,૦૬,૦૦૦ નો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂ-બીયર, ૩ મોબાઇલ અને ટર્બો ટ્રક મળી કુલ ~૬૬,૦૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછતાછમાં દારૂ-બીયર ચંડીગઢથી બિટ્ટ શર્માએ ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.