• Gujarati News
  • હેમાલી કેસ: મહિ‌લાઓ નાટોનું બટન દબાવી વિરોધ વ્યકત કરે

હેમાલી કેસ: મહિ‌લાઓ નાટોનું બટન દબાવી વિરોધ વ્યકત કરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા.
સમાના ચકચારી હેમાલી હત્યા કેસમાં સંડોવાયેલો ફરાર આરોપી જયપ્રકાશ બે વર્ષ બાદ પણ ઝડપાયો ન હોવાના કારણે આર.ટી.આઇ. એક્ટીવીસ્ટોએ પણ પોલીસ કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પોલીસે તુરંત ફરાર આરોપીને ઝડપી પાડવો જોઇએ તેવો સુર વ્યક્ત કર્યો હતો. તેમજ વડોદરામાં હેમાલીનો હત્યારો ઝડપાતો ન હોય વડોદરા શહેરની મહિ‌લાઓએ લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે નાટોનો
ઉપયોગ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઇએ તેવો અનુરોધ પણ
કર્યો હતો.