• Gujarati News
  • યુવકે ૧૦૦ નંબર પર ફોન કરી ગળેફાંસો ખાધો

યુવકે ૧૦૦ નંબર પર ફોન કરી ગળેફાંસો ખાધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
ગોરવા ગામ ખાતે યુવકે પોતાના ઘરે એકલતા મળતાં ૧૦૦નંબર પર ફોન કરી પોતાના આપઘાતની જાણ કર્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ પ મિનિટમાં પહોંચી તો ખરી પરંતુ ઘરના તમામ દરવાજા બંધ હોઈ દરવાજા તોડી અંદર પ્રવેશતાં જ યુવક ફાંસો ખાઈ મૃત્યુ પામ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતાં તેની પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેણે જણાવ્યું કે હું મારી મરજીથી આપઘાત કરું છું આ માં કોઈ જવાબદાર નથી તથા તેની છાતિ પાસે તેની પત્નીઅને પુત્રી સાથેની તસવીર મળી આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોરવા ગામ ખાતેના માળી મહોલ્લામાં રહેતા ૩પ વર્ષીય મહેશ ગણપતભાઈ માળી ફૂલો ચુંટવાની મજુરીનું કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. તેમને લગ્નજીવન દરમ્યાન એક બાળકી છે. પત્ની અન્ય ઘરોમાં ઘરકામ કરે છે. શનિવારે બપોરે તેમની પત્ની કામ પર ગઈ હતી અને દિકરી ઘરની બહાર રમતી હતી. દરમ્યાન તેમણે પોતાના ઘરે લાકડાના મોભ સાથે સાડી બાંધી ગાળીયો તૈયાર કર્યો હતો. પોતાની પત્ની અને બાળકી સાથેની તસવીપ પોતાના હૃદય નજીક મુકી હતી. તથા ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી કેહું આપઘાત કરું છું.’. પોલીસને જાણ થતાં તેઓ તેના ઘરે પહોંચ્યા હતા જોકે તેના ઘરના દરવાજા બંધ હોઈ પોલીસે દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પરંતું તે પહેલા તે મૃત્યુ પામી ચુક્યો હતો. પોલીસે તપાસ કરતાં તેની પાસેથી અંતિમચિઠ્ઠી મળી આવી હતી. જોકે તેણે અંતિમ પગલું ભરવાનું કારણ પોલીસ જાણી શકી ન હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.