• Gujarati News
  • સિગ્માના પ૦ છાત્રો પરીક્ષા ફોર્મ મુદ્દે રળમાં ફરિયાદ કરશે

સિગ્માના પ૦ છાત્રો પરીક્ષા ફોર્મ મુદ્દે રળમાં ફરિયાદ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
સિગ્મા ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ટેકનોલોજીમાં ફર્સ્ટ, થ‌ર્ડ‌, ફોર્થ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં અને ૭પ ટકા કરતાં ઓછી હાજરીના લીધે પરીક્ષાના ફોર્મ ભરવાથી વંચિત બનેલા પ૦ જેટલા વિદ્યાર્થીઓ હવે પરીક્ષા ફોર્મના મુદ્દે ૨૮મીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ‌ટી ના વીસી ડૉ. અક્ષય અગ્રવાલને કોલેજના સત્તાધીશોની વિરુદ્વ ફરિયાદ કરશે.
બાકરોલ ખાતે આવેલ સિગ્મા ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ટેકનોલોજીમાં ફર્સ્ટ, થ‌ર્ડ‌ અને ફોર્થ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં પ૦થી વધુ વિદ્યાર્થીઓએ ઓછી હાજરીના લીધે કોલેજના
સત્તાધીશોએ પરીક્ષા ફોર્મ ભરવા દીધાં ન હતાં. આજે ફોર્મ ભરવાથી વંચિત વિદ્યાર્થીઓની એક બેઠક મળી હતી. વિદ્યાર્થીઓએ બેઠકમાં હાજરી તથા પરીક્ષાના ફોર્મ ભરવાના મુદ્દે વ્હલાં-દવલાંની નીતી અપનાવતાં કોલેજના સત્તાધીશો વિરુદ્વ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ‌ટીના વીસી ડૉ. અક્ષય અગ્રવાલને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,
હજુ પણ કોલેજના સત્તાધીશો અમુક વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા દે છે. જો નિયમની વાત હોય તો તમામ વિદ્યાર્થીઓને ડીટેઇન કરો ને.