• Gujarati News
  • હેડિંગ : ઇવનિંગ ટોકમાં હોસ્પિટાલિટી અને સમાજમાં આવેલા પરિર્વતન વિશે ચર્ચા થઇ

હેડિંગ : ઇવનિંગ ટોકમાં હોસ્પિટાલિટી અને સમાજમાં આવેલા પરિર્વતન વિશે ચર્ચા થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા

બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન ((બીએમએ))દ્વારા આયોજિત ઇવનિંગ ટોકમાં શુક્રવારે હોસ્પિટાલિટી ધી રોલ ઇટ પ્લેયસ ઇન અવર લાઇવ્સ ધી ચેન્જિસ ઇટ હેસ બ્રોટ ઇન સોસાયટી’ વિષય પર તાજ ગૃપના જનરલ મેનેજર મેલ્વીન સાલડેનહાએ લેકચર આપ્યું હતું. તેમણે દેશમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમાજમાં લાવેલા પરિવર્તન વિશે અને શહેરમાં કરેલા કામ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે હોસ્પિટાલિટી સેકટર દ્વારા આપવામાં આવતા કોન્ટ્િરબ્યુશન વિશે કોઇ પ્રચાર કરવામાં નથી આવતો. પરંતુ આ સેકટર પણ સમાજ માટે ઉપયોગી કામો કરે છે. પરંતુ તેની રીત જુદી છે લોકો પોત પોતાની રીતે સમાજ માટે ઉપયોગી થતા હોય છે અને બદલાવ લાવવામાં મદદ કરે છે.હોસ્પિટાલિટી સેકટર દ્વારા આ સેકટરમાં કામ કરી શકે અથવા કરતા હોય તેવા યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેના માધ્યમથી તેઓને નોકરી મળે છે અથવા તો નોકરીમાં આગળ વધે છે વધુમાં દેશમાં હોસ્પિટાલિટી સેકટર સ્પેશિયલ બાળકોને મદદ કરે છે અને તેમને જોબ્સ ઓફર કરે છે. એવા અનેક એવા મુદ્દાઓ છે જેના વડે હોસ્પિટાલિટી સેકટર સમાજને ઉપયોગી થવામાં આગળ આવી રહ્યું છે.