• Gujarati News
  • લક્ષ્મીચંદ ભગાજીમાં વડોદરાનાં ૨,૪૦૦ લોકોના ~૨,પ૩,૬૦,૦૦૦ હજુ પણ સલવાયેલા છે. મેનેજમેન્ટ કમિટીએ મૂડ

લક્ષ્મીચંદ ભગાજીમાં વડોદરાનાં ૨,૪૦૦ લોકોના ~૨,પ૩,૬૦,૦૦૦ હજુ પણ સલવાયેલા છે. મેનેજમેન્ટ કમિટીએ મૂડી પેટે રોકવામાં આવેલા ૪૧ કરોડના દાવાઓમાંથી ૨૧ કરોડ પરત મેળવ્યા છે અને હજુ ~૨૦ કરોડ બાકી છે. દેશના ૪૧ હજાર થાપણદારોના ૧૬૦ કરોડ હજુ લેવાના છે તથા સિેવંગ્સ એકાઉન્ટમાં પ૭૦૦ લોકોના ~૨ કરોડ સલવાયેલા છે. આ તમામ થાપણદારોનું ૧૨%„ સાદું વ્યાજ ગણીએ તોપણ વ્યાજ પેટે ~૧૩૪ કરોડ લેવાના નીકળે છે. ગુજરાતનાં ૩૯૮૦૦ થાપણદારોના ~૩૯ કરોડ ૬૯ લાખ બાકી છે. લક્ષ્મીચંદ ભગાજીની પ્રોપ‌ર્ટી વેચીને થાપણદારોને તેમના પૈસા મળે તેવા પ્રયાસો હજુ પણ ચાલુ છે.ૃચ્/’પરાગ મહેતા, સી.એ, લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, વડોદરા

૨૭ વર્ષ પહેલાં ૧૮ ટકાના વ્યાજની લાલચે લક્ષ્મીચંદ ભગાજીની પેઢીમાં પોતાનાં નાણાં થાપણ સ્વરૂપે મૂકનારાં રાજ્યનાં ૩૯ હજાર ૮૦૦ થાપણદારો હજુ પણ પોતાના બાકી રહેલા ૩૯ કરોડ ૬૯ લાખ રૂપિયાની રાહ જોઇ રહ્યાં છે. લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટીએ અથાગ પ્રયાસો બાદ ૨૧ કરોડ પરત મેળવ્યા છે પણ હજં પણ ભારતભરનાં ૪૧ હજાર થાપણદારોના ૧૬૦ કરોડ રૂપિયા બાકી છે.

માત્ર ટુ વ્હીલરના ફાઇનાન્સના લાઇસંસ હેઠળ શરૂ થયેલી લક્ષ્મીચંદ ભગાજી પેઢીના ડાયરેકટરોએ ૨૭ વર્ષ પહેલાં ૧૮ ટકા વ્યાજની લાલચ આપીને લોકોની થાપણો સ્વીકારવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ પેઢીનું ઉઠમણું કરીને ત્રણેય ડાયરેકટરો એચ.કે.શાહ, સી.એમ.શાહ અને સુરેશ શાહ વિદેશ ભાગી ગયા હતા. પરિણામે હજારો થાપણદારોની મૂડી સલવાઇ ગઇ હતી. આ અંગે મુંબઇ હાઇકો‌ર્ટે લિકિવડેટર નીમી થાપણદારોના પૈસા પરત મળે તે માટે લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટી બનાવી હતી. જેણે અત્યાર સુધી ૨૧ કરોડની રકમ પરત મેળવી છે. આ કમિટી લક્ષ્મીચંદ ભગાજીની દેશભરમાં પથરાયેલી પ્રોપ‌ર્ટી વેચીને થાપણદારોના પૈસા પરત મળે તેવા પ્રયાસો કરી રહી છે.

બોકસ ૧-

લક્ષ્મીચંદ ભગાજીના ડાયરેકટર એરપો‌ર્ટ પરથી ઝડપાયા ((હેડ))

લક્ષ્મીચંદ ભગાજીના એક ડાયરેકટર ૮૯ વર્ષના સી.એમ.શાહ ગઇ કાલે મુંબઇ એરપો‌ર્ટ પરથી વિદેશ ભાગવા જતાં સહાર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેમણે એરેસ્ટ થયા બાદ છાતીના દુખાવાની ફરિયાદ કરતાં હોસ્પિટલમાં ખસેડાયા છે અને ત્યાંથી તેમણે બાન્દ્રા કો‌ર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્દોરનાં ૧પ૦ થાપણદારોની ફરિયાદના આધારે ઇન્દોર પોલીસે આ કેસને સીબીઆઇના આર્થિ‌ક ગુના નિવારણ શાખાને સોંપ્યો છે.

બોકસ ૨-

વડોદરાનાં અઢીસો થાપણદારોના ૨પ લાખ બાકી ((હેડ))

લક્ષ્મીચંદ ભગાજીમાં વડોદરાનાં અઢીસો લોકોના ૨પ લાખ રૂપિયા હજુ પણ સલવાયેલા છે. મેનેજમેન્ટ કમિટીએ મૂડી પેટે રોકવામાં આવેલા ૪૧ કરોડના દાવાઓમાંથી ૨૧ કરોડ પરત મેળવ્યા છે અને હજુ ૨૦ કરોડ બાકી છે. દેશના ૪૧ હજાર થાપણદારોના ૧૬૦ કરોડ હજુ લેવાના છે તથા સિેવંગ્સ એકાઉન્ટમાં પ૭૦૦ લોકોના ૨ કરોડ રૂપિયા સલવાયેલા છે. આ તમામ થાપણદારોનું ૧૨ ટકા સાદું વ્યાજ ગણીએ તોપણ વ્યાજ પેટે ૧૩૪ કરોડ રૂપિયા લેવાના નીકળે છે. ગુજરાતનાં ૩૯૮૦૦ થાપણદારોના ૩૯ કરોડ ૬૯ લાખ રૂપિયા બાકી છે. લક્ષ્મીચંદ ભગાજીની પ્રોપ‌ર્ટી વેચીને થાપણદારોને તેમના પૈસા મળે તેવા પ્રયાસો હજુ પણ ચાલુ છે.

પરાગ મહેતા, સી.એ, લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટી

---------------------------------------------