• Gujarati News
  • સુષ્મા સ્વરાજ સામેની ટિપ્પણી મામલે ૃચ્ ’મિસ્ત્રીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

સુષ્મા સ્વરાજ સામેની ટિપ્પણી મામલે ૃચ્/’મિસ્ત્રીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવાર સાંજે પ વાગ્યા પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ખુલાસો કરવા તાકીદ
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ભાજપનાં મહિ‌લા સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજના સંદર્ભે કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ કરેલી ટિપ્પણીને લઈ આજે ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. જેમાં અભદ્ર ટિપ્પણી માટે સોમવારે સાંજે પ વાગ્યા પહેલાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ અગાઉ દાખલ થયેલી બે પોલીસ ફરિયાદ બાદ વધુ એક મામલે નોટિસ મળતાં ચકચાર મચી ગઈ છે.
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને સુષ્મા સ્વરાજે કરેલ સારા દિવસો આવશે તેવી ટ્વિટને લઈ પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેઓએ સુષ્મા સ્વરાજે તબીબી તપાસ કરાવી લેવી જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી અભદ્ર અને મહિ‌લાના અપમાન સમાન હોવાનું કહી ભાજપે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અંગે શું કાર્યવાહી કરવી તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવે ચૂંટણી પંચ પાસે અભિપ્રાય માગ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે આપેલા આદેશ અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારીએ આજે મધુસૂદન મિસ્ત્રીને સોમવાર તારીખ
૨૭ એપ્રિલે સાંજે પ વાગ્યા પહેલાં લેખિતમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી હતી.