• Gujarati News
  • ગોત્રીમાં મોિન્ર્‍ાંગ વોકમાં નીકળેલી મહિ‌લા તબીબનો અછોડો તૂટયો

ગોત્રીમાં મોિન્ર્‍ાંગ વોકમાં નીકળેલી મહિ‌લા તબીબનો અછોડો તૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
શુક્રવારે વહેલી સવારે ગોત્રી રોડ ઐયપ્પા મંદિર પાસે મોિન્ર્‍ાંગ વોકમાં નીકળેલી મહિ‌લા તબીબનો અછોડો તોડી લૂંટારું ફરાર થઇ ગયા હતા. .
મૂળ નવસારી ગ્રીડ રોડ સ્થિત જલારામનગરનાં ૩૦ વર્ષીય ડો. પારુલબહેન કિશોરભાઇ મિસ્ત્રી સ્ટર્લિંગ હોસ્પિટલના આઇસીયુમાં ફરજ બજાવે છે. તેઓ નિત્યક્રમ મુજબ શુક્રવારે સવારે પ: ૩૦ વાગે તેઓ સરોજબહેન પરમાર સાથે ચાલવા માટે નીકળ્યાં હતાં.ત્યારે એક બાઇક પર સવાર બે શખ્સો નજીક આવી પાછળ બેઠેલા લૂંટારુએ ગળામાંથી સોનાનો અછોડો તોડી બાઇક વાસણા રોડ તરફ ભગાવી મૂકી હતી. બાઇકસવાર એક લૂંટારુએ લીલું ટી શ‌ર્ટ પહેરી હોવાનું તેમણે જણાવ્યું હતું. લતેમણે બુમરાણ મચાવ્યું હતું. પ મિનિટમાં પોલીસ વાન આવતાં તેમણે ~૩૦ હજારની કિંમતના અછોડાની લૂંટની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.