• Gujarati News
  • ડીજે બંધ કરાવવા જતાં પોલીસ પર હુમલો

ડીજે બંધ કરાવવા જતાં પોલીસ પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

બુધવારે રાત્રે લગ્નપ્રસંગ હોઈ ડીજે વગાડી રહેલા એક પરિવારના ઘરે જૂના પાદરા પોલીસ સ્ટેશનની પોલીસ ડીજે બંધ કરાવવા ગઈ હતી. જેમાં લગ્નપ્રસંગમાં હાજર લોકોએ બીજી જગ્યાના પણ ડીજે બંધ કરાવવોને તેમ કહી પોલીસ પર ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મી પર હુમલો કરવાના બનાવમાં પોલીસે બેની ધરપકડ કરી હતી.

બનાવની મળતી માહિ‌તી એવી છે કે, શહેરના જે.પી. પોલીસ સ્ટેશનમાં સંજયકુમાર દીગ્પાલસિંહ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બુધવારે સાંજે દસ કલાકે પોલીસ કંટ્રોલમાંથી ગોત્રી-સેવાસી રોડ સ્થિત રાજીવનગરની રાધિકા સોસાયટીમાં ડી.જે. વાગી રહ્યું હોવાની માહિ‌તી જે.પી. પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. જે સંદર્ભે જે.પી. પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર દીગ્પાલસિંહ અને કોન્સ્ટેબલ ઈમરાન ખાન ડીજે બંધ કરાવવા માટે બનાવના સ્થળે ગયા હતા. દરમ્યાન ત્યાં હાજર ગોત્રીના દેવનગરના રહેવાસી સુનીલ ગોરધન બેલદાર, સેવાસી રોડના રહેવાસી અમીત પ્રતાપ સોલંકી, પ્રતાપ પૂજા સોલંકી, ગઢવી પુરૂષોતમ સહિ‌તના બે પુરૂષો અને બે સ્ત્રીઓએ ભેગા મળીને પોલીસ કર્મીઓને જણાવ્યું હતું કે બીજી જગ્યાએ પણ ડીજે વાગે છે તેને કેમ બંધ કરાવતા નથી તેમ કહી તેઓએ ભેગા થઈ ગયા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી તેમની સરકારી ફરજમાં વિક્ષેપ ઊભો કરી તેમના પર હુમલો કર્યો હતો. બનાવ અંગે મોડી રાત્રે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરતા બે આરોપી સુનીલ ગોરધન બેલદાર અને અમીત પ્રતાપ સોલંકીની ધરપકડ કરી હતી જ્યારે બીજાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.