• Gujarati News
  • હવાઇ મુસાફરી હવે વધુ સગવડભરી બની

હવાઇ મુસાફરી હવે વધુ સગવડભરી બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
વિમાનમાં પ્રવાસ દરમિયાન મોબાઇલ ફોન સહિ‌ત પો‌ર્ટેબલ ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા મંજુરી આપવાનાડીજીસીએ દ્વારા લેવાયેલા નિર્ણયને વડોદરાના મુસાફરોએ આવકાર્યો છે.
ડી.જી.સી.એ.ની ગત સાહ મળેલી બેઠકમાં એરલાઇન્સ ઓપરેટ‌ર્સ દ્વારા વિમાનના ઉડાન દરમિયાન પો‌ર્ટેબલ ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા માટે મંજુરી આપવાની માગણી કરાઇ હતી. આ માગણીના પગલે ડી.જી.સી.એ. દ્વારા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીના નવા અને વર્તમાન નિયમોની તપાસ કરી હતી. આ તપાસ બાદ મોબાઇલ ફોન સહિ‌ત પો‌ર્ટેબલ ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા માટેની મંજુરી અપાઇ હતી.