• Gujarati News
  • ફ્રેન્ચ ઓનલાઇન લાઈબ્રેરી વિશે માહિ‌તી અપાઇ

ફ્રેન્ચ ઓનલાઇન લાઈબ્રેરી વિશે માહિ‌તી અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર : વડોદરા
આલિયોંસ ફ્રોન્સિસ વડોદરા ચેપ્ટર દ્વારા ગુરૂવારે આલિયોંસ લાઈબ્રેરી વિશેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આલિયોંસ ફ્રોન્સિસની ઓનલાઇન લાઇબ્રેરીના રિ‌ર્સોસિસ વિશે માહિ‌તી આપવામાં આવી હતી.
થ્થ્થ્.ેણ્રઞ્ણ્ચ્ૂ્રઞ્ોર્‍Dણ્ર્‍.ેગ્ક્એ ઓનલાઈન લાઇબ્રેરી છે, જેના માધ્યમથી આલિયોંસ ફ્રોન્સિસના સ્ટુડન્ટ્સ અને મેમ્બ‌ર્સ ઓનલાઇન લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. આ ઓનલાઇન લાઇબ્રેરીના માધ્યમથી ફ્રેન્ચ કલ્ચર અને લેંગ્વેજ વિશે માત્ર એક ક્લિકથી જ માહિ‌તી મળી શકશે.
શું હશે ઓનલાઈન લાઈબ્રેરીમાં?
ઓનલાઈન લાઈબ્રેરી વિવિધ પ્રકારના ફ્રેન્ચ સાહિ‌ત્યનો રિસો‌ર્સ છે. ફ્રેન્ચ ભાષા અને કલ્ચરને રજુ કરતી કન્ટેમ્પરરી બુક્સ, ઓડિયો બુક્સ, ન્યુઝ પેપર, મેગેઝિન્સ, મુવીઝ, મ્યૂઝિકની માહિ‌તી છે. ફ્રેન્ચ લન‌ર્સ માટે આ રિસો‌ર્સ ખૂબ જ ઉપયોગી બની રહેશે. આમ, એ જ રિસો‌ર્સ પર ફ્રેન્ચ સાહિ‌ત્ય સાથે જોડાયેલી તમામ બાબતો મળી શકે તેમ છે. આમ આ ઓનલાઇન મીડિયા લાઇબ્રેરી વિશે શુક્રવારે આલિયોંસ ફ્રોન્સિસના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા કેન્દ્ર પર માહિ‌તી અપાઇ હતી. જેમાં ઓનલાઈન લાઈબ્રેરીમાં શું શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે તે વિશે માહિ‌તી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ફ્રેન્ચ શીખી રહેલા સ્ટુડન્ટ્સ અને મેમ્બ‌ર્સ ઉપસ્થિત રહ્યાં હતા. આ લાઇબ્રેરીનો ઉપયોગ મેમ્બ‌ર્સ અને આલિયોંસના સ્ટુડન્ડટ્સ કરી શકશે.