• Gujarati News
  • મહીસાગરમાં નાહવા પડેલો વારસિયાનો યુવક ડૂબી ગયો

મહીસાગરમાં નાહવા પડેલો વારસિયાનો યુવક ડૂબી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
કોયલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગે હાજરી આપ્યા બાદ અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંદિર પાસેથી વહેતી મહીસાગરમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બનાવને પગલે છાણી પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વારસિયા ખાતે સંગમ સોસાયટી પાસે રહેતા ૩પ વર્ષીય બાબુભાઈ હિ‌મ્મતસિંહ સિંધા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને લગ્નજીવન દરમ્યાન બે સંતાનો છે. તેઓ ગુરુવારે કોયલી ગામ ખાતે પોતાના સંબંધીના લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા. દરમ્યાન તેઓ પોતાના દીકરા જિગ્નેશ અને તેના મિત્ર શિવરાજને લઈ તેઓ અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંિંદરે ફરવા ગયા હતા. દરમ્યાન તેઓ નજીકથી વહેતી મહીસાગરમાં નાહવા માટે ગયા હતા. મહીસાગરમાં અચાનક તેઓ લપસી જતાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં તેમની હાલત ગંભીર બની ગઈ હતી. તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વાન મારફતે ખસેડાયા હતા. હોસ્પિટલમાં હોસ્પિટલમાં પહોંચતાં તબીબે તપાસતાં તેઓ મરણ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. તેમના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. છાણી પોલીસે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.