• Gujarati News
  • સાધલીમાં બજાર સમિતિની સભામાં ૃચ્ ’તમામ કામો સર્વાનુમતે મંજુર

સાધલીમાં બજાર સમિતિની સભામાં ૃચ્/’તમામ કામો સર્વાનુમતે મંજુર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાધલી
બજાર સમિતિ શિનોર મું.સાધલીની સામાન્ય સભોમાં એજન્ડામાં રજૂ કરેલા તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતાં. તથા અગાઉ કરકસરના કારણે મીટીંગ ભથ્થા બંધ કરવામાં આવ્યા હતાં, તે પણ ફરીથી લેવાનું શરૂ કરવામાં આવ્યા હતાં.
બજાર સમિતિ, શિનોરના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી ગત તા.૧૨/૦૮/૧૩ના રોજ થઇ હતી. જેનો વિવાદ થતાં હાઇકો‌ર્ટ દ્વારા નવેસરથી ચૂંટણી કરવા આદેશ થતા તા.૨૮/૦૩/૧૪ના રોજ ચૂંટણી કરાતા સભાપતિપદે નરેન્દ્ર પટેલ અને ઉપ સભાપતિપદે રંજની પટેલ ચૂંટાઇ આવ્યા હતાંઉ બાદમાં ૮ માસ પછી બો‌ર્ડ‌ની પ્રથમ મીટીંગ તા.૧૭નારોજ બપોરના ૩:૩૦ કલાકે ચેરમેન નરેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં એજન્ડાના તમામ કામોને સર્વોનુમતે મંજુર કરાયેલા છે. જેમાં સને ૨૦૧૩-૧૪ની લાયસન્સ અરજીઓ, વાર્ષિ‌ક હિ‌સાબો, સને ૨૦૧૪-૧પના વર્ષનું બજેટ સહીનું નવું વલણ, કાંટા માસ્તરોના પગાર નક્કી કરવા ઇન સેક્રેટરીની હક રજા મંજુરી, ગુજરાત સરકારની થેનલના આકીર્ટેકની નિમણૂંક, ઓફિસ મકાન તથા ગોડાઉનને તોડીને નવીન બાંધકામ, નડતરરૂપ વૃક્ષો કાપવા મંજુરી, તથા સાધલી, સેગવા, શિનોર મુકામે બજાર સમિતિની રેવન્યુ મિલ્કતમાં વ્યક્તિગતના બદલે બજાર સમિતિનો સુધારો કરવા નક્કી થયેલ છે.
પ્રમુખ સ્થાનેથી ઓળખપત્રો બનાવવા હંગામી કર્મચારીઓની નિમણૂંકો સને ૨૦૧૪-૧પની રજાઓની મંજુરી સાધલી માર્કેટ યા‌ર્ડ‌ના વેબ્રડીજની કામગીરી ઉપરાંત તા.૨૭/૦૮/૧૩ની મીટીંગમાં કરકસરના કારણે
બંધ કરેલા સભાસદોના ભાડા ભથ્થા બંધ કરેલા તે આજની સભાથી સભાસદોના મીટીંગ ભથ્થા લેવાનું કોઇ પણ બાંધાવિરોધ વગર સર્વોનુમતે મંજુર કરાયેલ છે. જે સુચવે છે કે બજાર સમિતિની આર્થિ‌ક સ્થિતિ સદ્ધર થવા જઇ રહેલ છે. કુલ ૧૭માથી ૧૪ ડીરેક્ટરો હાજર હતાં. જ્યારે ઉપસભાપતિ રજની પટેલ, હાઇકો‌ર્ટમાં પીટીશન કરનાર વેન્ટેશ પટેલ ((કુક્સ)) તથા સહકારી પ્રતિનિધી વડોદરા ગેરહાજર હતા.