• Gujarati News
  • ~૨.પ૬ કરોડની સર્વિ‌સ ટેક્સની ચોરી કરનાર વેપારીની ધરપકડ

~૨.પ૬ કરોડની સર્વિ‌સ ટેક્સની ચોરી કરનાર વેપારીની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ગ્રાહકો પાસેથી ~૨.પ૬ કરોડનો સર્વિ‌સ ટેક્સ મેળવ્યા બાદ આ રકમ સરકારમાં જમા ન કરાવનાર બિઝનેસમેનની સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીએ ધરપકડ કરી હતી.
મેસ‌ર્સ પટેલ એન્જિનિયરિંગ સર્વિ‌સીસના નામથી મીનરલ અક્સપ્લોરેશન એન્ડ સર્વેની કામગીરી કરતાં નરેન્દ્રભાઇ વી ભગત ((રહે.બી-૪૩, પાયલપાર્ક સોસાયટી, કારેલીબાગ))એ વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૧ના સમયગાળા દરમિયાન ગ્રાહકો પાસેથી ~૨.પ૬ લાખનો સર્વિ‌સ ટેક્સ મેળવી સરકારમાં જમા કરાવ્યો ન હતો. અને નરેન્દ્ર ભગતે રિટર્ન પણ નીલ ભર્યુ હતું અને જરૂરી તમામ વિગતો છુપાવી હતી. આજરોજ સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રિટેન્ટેન્ટ એ.એન.સિંગે બિઝનેસમેન નરેન્દ્ર ભગતની ધરપકડ કરી હતી. તપાસમાં વોલેન્ટરી કોમ્પ્લાયન્સ એંક્રેચમેન્ટ સ્કીમમાં પણ ખોટુ ડિક્લેરેશન કરતાં તેમની ધરપકડ કરવામાં આવી
હોવાનું સેન્ટ્રલ એક્સાઇઝના સુત્રોએ જણાવ્યું હતું.