• Gujarati News
  • વિશ્વામિત્રી મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની ટક્કરે યુવકનું મોત

વિશ્વામિત્રી-મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની ટક્કરે યુવકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રે અજાણ્યો ૩૦ વર્ષીય યુવક પુર ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયો હતો. બનાવમાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં તેની પાસેથી ઓળખના કોઈ પુરાવા મળી શક્યા ન હતા. બનાવને પગલે પોલીસે તેના મૃતદેહ ને સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં ખસેડી તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.