• Gujarati News
  • જયપ્રકાશને ઝડપી પાડવા માટે ગૃહ વિભાગે ખાસ સૂચના આપી

જયપ્રકાશને ઝડપી પાડવા માટે ગૃહ વિભાગે ખાસ સૂચના આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
સમાના ચકચારી હેમાલી હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી જયપ્રકાશ શર્મા બે વર્ષથી ઝડપાતો ન હોવાના કારણે કોંગી મહિ‌લા કાઉન્સિલરે ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કર્યા બાદ રાજ્યકક્ષાના ગૃહમંત્રાલયે વડોદરાના પોલીસ કમિશનરને આ કેસમાં જરૂરી કાર્યવાહી કરવાની સુચના આપી છે.
સમા વિસ્તારમાં બે વર્ષ પહેલા હેમાલીની હત્યા કર્યા બાદ છેલ્લા બે વર્ષથી જયપ્રકાશ ફરાર છે અને પોલીસ તેનેઝડપી શકતી નથી, અગાઉ કોંગ્રેસના મહિ‌લા કીઉન્સિલર મીનલબહેન ગોહીલે પોલીસ કમિશનરને હેમાલીના હત્યારાને ઝડપી પાડવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી, જો કે,ત્યાર બાદ પણ પોલીસ દ્વારા કોઇ કડક કાર્યવાહી ન થતાં તેમજ આરોપીને ઝડપી પાડવામાં સફળતા ન મળતાં આખરે મીનલબહેને રાજ્યના ગૃહરાજ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કે, હેમાલીના હત્યારાને ઝડપી પાડવામાં આવે અને શહેર પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી થાય. રાજ્યકક્ષાના ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવતાં ગૃહમંત્રીના કાર્યાલયે તા.૭મીના રોજ પોલીસ કમિશનરને હેમાલી હત્યા કેસમાં જરૂરી કાર્યવાહી કરવાની સુચના આપી છે.