• Gujarati News
  • કોકાકોલા એવો‌ર્ડ‌ જીત્યા છો તેમ જણાવી

કોકાકોલા એવો‌ર્ડ‌ જીત્યા છો તેમ જણાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
તમે કોકાકોલા એવો‌ર્ડ‌ જીત્યા છો તેમ જણાવી રૂા.૮,૨૦,પપ૦ની રકમ મેળવી ભેજાબાજ શખ્સોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ પર લવકુશનગર સોસાયટીમાં રહેતા સંજયભાઇ હરસોરાને ૪ નવેમ્બરના રોજ કોઇ શખ્સે ફોન કરી જણાવ્યું હતું કે, આપને ખૂબ ખૂબ અભિનંદન આપ કોકાકોલા એવો‌ર્ડ‌ જીત્યા છો અને આપને પ,પ૦,૦૦૦ ગ્રેટ બિિ્રટશ પાઉન્ડનું ઇનામ તેમજ કરીઝમાં બાઇક ઇનામમાં લાગ્યું છે અને ત્યાર બાદ આ શખ્સે સંજયભાઇની કેટલીક વિગતો માગી હતી.
ત્યાર બાદ ઇનામ જીત્યા હોવાનો ઇ-મેલ પણ કર્યો હતો અને થોડા દિવસ બાદ ડો.મા‌ર્ટબ્રોન નામના શખ્સે જણાવ્યું હતું કે, તેઓ ઇનામની ડિલેવરી માટે આવ્યાં છે અને તે માટે કસ્ટમ ક્લીયરન્સ જરૂરી છે અને પછી દિલ્હી એરપો‌ર્ટ પરથી કસ્ટમ ઓફિસર પાસે પણ ફોન કરાવી નાણાં ભરવાનું જણાવ્યું હતું. આ શખ્સોની વાતમાં આવી ગયેલા સંજયભાઇએ અલગ અલગ તારીખે ~૮,૨૦,પપ૦ ભર્યા હતા. જો કે ત્યાર બાદ તેમને ઇનામની રકમ ન મળતાં સંજયભાઇએ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે.